________________
[ ર૩૪ ]
શ્રી રવિજયજી ધર્મ-પુન્યનો પ્રગટ પ્રભાવ.” જેમ દાંત-દંતશુળ વગરને હાથી, વેગવાળી ચાલ વગરને ડે, ચંદ્ર વગરની રાત્રિ, સુગંધ વગરનું ફૂલ, જળ વગરનું સરોવર, છાયા વગરનું વૃક્ષ, લૂણુ વગરનું અલૂણું ભેજન, ગુણ વગરને નગુણે પુત્ર, ચારિત્ર-ક્રિયા વગરને સાધુ અને દ્રવ્ય વગરનું ઘર–એ બધાં શોભતા નથી તેમ ધર્મ-પુન્યકળા વગરને માનવ પણ શોભા પામતું નથી. રમણિક વસ્તુની ઈચ્છા–અભિલાષા થયે છતે જ્યારે તે સફળ થતી નથી ત્યારે જીવને ખેદ-સંતાપ થાય છે, પણ જે પુન્યનું જોર હોય તે તે ઈચ્છા સહેજે સફળ થાય છે, ધર્મ પુન્યના બળ વગર પ્રાણીઓની મનવાંછના ફલિભૂત થઈ શકતી નથી. સુકૃત્ય, કરવામાં તત્પર રહેનારા ભવ્યાત્માઓ પુન્યબળવડે સહુ કરતાં ચઢી જાય છે અને જેમ વૃક્ષને વેલડીઓ વીંટાઈ વળે છે તેમ તેમને સંપદાઓ સહેજે વીંટાઈ વળે છે.
તીર્થસેવાનું ફળ શત્રુંજય તીર્થની સ્પર્શના કરીને અને રૈવતાચળ. (ગિરનાર)ને નમી, ગજપદ કુંડમાં સ્નાન કરીને જે પવિત્ર થાય છે તેમને ફરી જન્મ લે પડતો નથી. એ અપૂર્વ એ બંને તીર્થોને પ્રભાવ કહ્યો છે.”
માક્ષસુખ મેળવવાની ખરી ઈચ્છા હોય તે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ અને સંઘની વિવેકયુક્ત ભક્તિ, હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહનો ત્યાગ, ક્રોધાદિક કષાયને જય, સજજનતા, સગુણીને સમાગમ, ઈન્દ્રિયદમન, દાન, તપ, ભાવના અને વૈરાગ્યને ખૂબ આદર કરે.”