________________
લેખ સંગ્રહ : ૭:
[૨૩૩ ] બેસી નહિ શકતાં અને છતા અછતા સર્વ ઉપદ્રવની ભીતિ ધરતાં એવા પુન્ય રહિત પ્રાણુઓના જીવિતને ધિક્કાર છે ! ધર્મરૂપી ઢાલ વગરના અને મોહના પાશમાં સપડાઈ ગયેલાં છના કેવા બરા હાલ થાય છે તેને કાંઈક ખ્યાલ તે કરે ! પુન્યરૂપી રૂડો વળાવો જેની સાથે હોય તેને વિપદા પડે ક્યાંથી? કઈ પણ સંસારી જીવ કોઈપણ રીતે ઘણું કરીને સદાય દુ:ખી જ દેખાય છે, દ્રવ્યહીન હોય તે દ્રવ્ય મેળવવાની ચિંતાવડે દુઃખી, દ્રવ્યવાન-લક્ષ્મીવાન હોય તે તેનું રક્ષણ કરવા માટે ચિંતાતુર, સ્ત્રી રહિત હેય તે સ્ત્રીને પ્રાપ્ત કરવા સંબંધી ઉપાયમાં ગુંથાયેલે, સ્ત્રીવાળ હોય તે પુત્ર પુત્રીરૂપ સંતાનની તીવ્ર ઈચ્છાવડે બળતે અને કદાચ એ બધાં વાનાં મળ્યા હોય તે પણ તે સદાય કઈક પ્રકારના રેગવડે પીડાતે હોય છે. ધર્મ-પુન્યની ખામીનું જ આવું પરિણામ જાણ સુજ્ઞજનોએ પરભવ જતાં ધર્મસંબલ જરૂર સાથે રાખવું જ જોઈએ. ધર્મ સંબલ સાથે હોય તે જ માણસને ખરી દિલસોજી છે, સુકૃત કરણ કરી લેવામાં એક ક્ષણ વાર પણ વિલંબ ન જ કરવો કેમકે દિવસે દિવસે અને પળે પળે આવખું ખૂટતું જ જાય છે. જ્યારે આવખું ખૂટે છે ત્યારે યમ કાંઈ પ્રતીક્ષા (વિલંબ) કરતા નથી, એમ સમજી-ચેતી હે ભવ્યાત્માઓ ! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરો. જે ધર્મકૃત્ય કાલ કરવા ધારતા હે તે આજે જ કરો અને આજે કરવા ધારતા હે તે હમણાં જ કરે કેમકે ક્ષણ ક્ષણ કરતાં બધું આખું ખૂટી જવાનું છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૦૩ ]