________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૧ ] છે, કાયાને યમને ભય રહે છે, આ જગતમાં પ્રાણીઓને સર્વત્ર ભય રહે છે, ફક્ત વૈરાગ્ય જ અભય-ભયમુક્તનિર્ભય છે. જ્યારે જરા અવસ્થા આવે છે ત્યારે શરીર અને ઈદ્રિયે શિથિલ થઈ જાય છે, તેમજ સ્વજન સ્ત્રી-પુત્રાદિક પણ અપમાન કરે છે, ગમે તેવા વિદ્વાન હાય, શૂરા હોય, . પદવીધરે હોય કે ગમે તે ઈદ્ર કે ચક્રવત્તી પ્રમુખ હોય તેમને પણ અંતે યમને શરણ થયા વગર છૂટકો થતો નથી. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં એવું કોઈ પણ પ્રાણી નથી કે જે . સર્વથા મરણના ભયરહિત-અમર હોય. કર્મવશ જન્મમરણના ફેરા અરહદૃઘટિકાની પેઠે પ્રાણી માત્ર ફરતા દીસે છે. વળી તૂટયું આવડું સાંધવાને કઈપણ સમર્થ થઈ શકતું નથી; ગમે તેવી વિદ્યા, ઔષધ-ભેષજ, માતાપિતા, પુત્ર પરિવાર, નેકરચાકર, કુળદેવતા, પૈસો ટકે, શરીરબળ, ભાઈ–બહેને, સાસુસસરા કે મોટા દેવ પણ તૂટેલા આયુષ્યને સાંધી શકતા નથી, એક પળ પણ આવખું વધારી શકતા નથી. અરે! નવયૌવનવડે મળેલાં, યથેચ્છ ખાનપાનવડે પિષેલાં અને વસ્ત્રાલંકાર વડે શોભાવેલાં શરીરે શ્વાસોશ્વાસ પૂર્ણ થતાં જ ભૂમિ ઉપર લેટી પડે છે. અહા ! જ્યારે ગામાંતર જવું હોય છે ત્યારે સહુ કોઈ લોકો સંબલ( ભાતું) સાથે લઈને ચાલે છે, આ પ્રસિદ્ધ વાત છે; પણ લાંબા પરલકના માર્ગે પ્રયાણ કરતાં કમનસીબે એવા મૂઢ જને કંઇ પણ ખરૂં સંબલ સાથે લઈ જવાને ખ્યાલ નથી રાખતા એ કેટલું બધું આશ્ચર્ય ?
જ્યાં સુધી શરીર સ્વસ્થ–રાગ રહિત છે, જરા અવસ્થા આવી પહોંચી નથી, ઇઢિયેની શક્તિ સાબિત છે, ક્ષીણ થઈ ગઈ નથી અને આખું પણ તૂટ્યું નથી ત્યાં સુધીમાં જ સુજ્ઞજનોએ