________________
લેખ સંગ્રહ : ૭:
[ ર૨૯ ] દેવપણું મળે છે અને ધર્મના આરાધનથી જ જન્મ મરણને સર્વથા અંત આવે એવા એક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી જ સુજ્ઞજનેએ વિષયકષાયાદિ પ્રમાદ તજીને પવિત્ર ધર્મને જ આદર કરો. ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. ધર્મ સ્વર્ગ ને મેક્ષદાયક છે અને આ સંસાર અટવીને પાર પામવા ધર્મ એ માર્ગદર્શક છે. ધર્મ માતાની પેઠે ખરી પુષ્ટિ આપે છે, એ જ ધર્મ પિતાની પેઠે વિવિધ દુઃખમાંથી રક્ષણ કરે છે, નિઃસ્વાથી સાચા મિત્રની પેઠે આપણને પ્રસન્ન રાખે છે અને સાચા બંધુની પેઠે આપણું ઉપર પ્રેમ-વાત્સલ્ય રાખે છે તેથી શુદ્ધ ભાવથી તેનું શરણ લેવું જ જોઈએ.
૧. સમ્યક્ત્વ-રત્ન કરતાં શ્રેષ્ઠ બીજું કઈ રત્ન નથી, સમ્યકત્વ મિત્ર કરતાં શ્રેષ્ઠ બીજે કઈ મિત્ર નથી, સમ્યક્ત્વ બંધુ કરતાં બીજો કોઈ શ્રેષ્ઠ બંધુ નથી અને સમ્યકત્વ લાભ ઉપરાંત બીજે કઈ શ્રેષ્ઠ લાભ નથી.
૨. સર્વ ધર્માચારીને લેક નિચે આધારભૂત છે, તેથી લેકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કામ સમસ્ત પ્રકારે ત્યજવું.
૩. વિદ્યા યન્ત્રાનુસારે, લક્ષ્મી પુણ્યાનુસારે, કીર્તિ દાનાનુસારે અને બુદ્ધિ કર્માનુસારે પ્રાપ્ત થઈ શકે છે.
૪. જેનાથી અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પ્રાપ્ત થાય છે તે ધર્મ સદાય મનુષ્યને આદરવા યોગ્ય કેમ ન હોય? - પ. પિતે ઉપાર્જિત કરેલ પુણ્ય અને પાપરૂપ બે નાણાં સાથે લઈને અને બાકીનું બધું અહીં અનામત રહેવા દઈને જીવો ભવાન્તરમાં જાય છે–અન્ય જન્મ ધારણ કરે છે.