________________
•
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી
આત્મકલ્યાણ કરી લેવું યુક્ત છે. ઘર સળગવા માંડયા પછી કૂવા ખાદવા માટે ઉદ્યમ કરવા એ શા કામના ? ખરા વખત વીત્યા પછી કરવામાં આવતા પ્રયાસ નકામેા ચાલ્યે જાય છે— નિષ્ફળ થવા પામે છે, એમ સમજી નિજ શ્રેય કરી લેવા સુજ્ઞજનાએ જરૂર સવેળા ચેતવું જોઇએ, મનુષ્યાને સે એક વર્ષ પરિમિત આયુષ અને તેના અર્ધ ભાગ રાતમાં જ ચાલ્યા જાય, તેનું અધ કે અધિકેરું વૃદ્ધત્વ અને ખાધ્યત્વમાં ચાલ્યુ. જાય, જે બાકી રહ્યું તે વ્યાધિ, વિયેાગ, શેક અને વિષયાસક્તિમાં વહી જાય છે. જળતરંગ જેવા જોતજોતામાં હાથતાળી દઇને અલેાપ–અદૃશ્ય થઈ જનારા આ માનવદેહમાં પ્રાણીને ધર્મ કરવાના અવકાશ કયાં છે ? જે થાડા ઘણે! વખત ખચવા પામે ત્યાં પ્રમાદ આવી નડે? આ પ્રમાદને તજી સાવધાન મની વખતસર સ્વશ્રેય સાધી લેવું એ જ હિતકારી છે. જીએ, પ્રથમ તા સ્ત્રીના ઉદરમાં મનુષ્યાને ગર્ભાવાસનું આકરું દુ:ખ સહન કરવું પડે છે, પછી માલ્યાવસ્થામાં પણ મળથી ખરડેલું શરીર, માતાના સ્તનપાન ઉપર રહેવુ' અને મુખથી ( વાચાથી ) ન વી શકાય એવાં શરીર સંબંધી અનેક દુ:ખ સહવાં પડે છે. તરુણુ વયમાં પણ ઋવિયેાગાદિનું ભારે દુઃખ પરવશપણે સહન કરવું પડે છે, અને વૃદ્ધાવસ્થા પણ પુત્રપરિવાર સ ંબંધી અપમાનાદિવડે તન અસાર થઈ પડે છે. આ ઉપરાંત સંસારમાં કંઇ લેશમાત્ર પણ સુખ સમજાતું હાય તા તમે કહો ! આકુલવ્યાકુલ થયેલા પુત્ર-પુત્રો અને સ્ત્રી પ્રમુખની ચિંતાને ધારણ કરતાં, દિનરાત દુ:ખે ભરી શકાય એવા ઢેઢુના પાણુ માટે સદા પરિશ્રમ કરતાં, રાજાની આજ્ઞાનું પ્રતિપાલન કરવા સદાય સાવચેતી રાખતાં, હાશ કરીને