________________
[ ૨૨૮ ]
શ્રી કરવિજયજી અવંતી સુકુમાલ મુનિનું દુષ્કર અને રૂવાડા ખડાં કરે એવું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળીને કોને વૈરાગ્ય ન ઉપજે ? શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજ એકદા નલિની ગુલ્મ અધ્યયન ભણતા હતા તે સાંભળી, જાતિસ્મરણ જ્ઞાન પામી, ગુરુમહારાજ સમીપે દીક્ષા ગ્રહણ કરી, મહાકાળ નામના સ્મશાનમાં જઈ, કાઉસ્સગ ધ્યાને રહી એ અઘેર પરીષહ સહન કર્યો કે સમાધિપૂર્વક કાળ કરીને એક જ રાત્રિમાં નલિની ગુમ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અનુક્રમે મનુષ્ય જન્મ પામીને મેક્ષે જશે. ધન્ય છે એવા મુનિવરને ! સદ્વિવેકી સાધુએ સર્વ સાંસારિક સંબંધને તજી સંયમનું પ્રાણાન્ત સુધી રક્ષણ કરે છે, એવા સંયમરસિક સાધુજનેને ધન્ય છે. એકાગ્ર ચિત્તથી એક દિવસ પણ સંયમ પાળનાર સાધુ જે કદાચ મેક્ષપદ ન પામે તે સ્વર્ગગતિ તે અવશ્ય પામે જ.
મેતાર્ય મુનિની પેઠે અઘોર ઉપસર્ગ આવી પડતાં પણ જેઓ સમતારસમાં ઝીલે છે એવા જ અનુપમ સમતાને શીધ્ર આત્મકલ્યાણ સાધે છે. ગમે એવા-સમ-વિષમ સંગમાં મહામુનિઓ સમભાવી જ હોય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૮]
ધર્મને પ્રભાવ અને તેનું સેવન કરવાથી થતા લાભે.
અનેક જન્મ મરણાદિ દુઃખરૂપ જળથી ભરેલે આ સંસાર કૂપ છે. એમાં ડૂબેલા જીવોને ધર્મરૂપ રજજુ જ ઉદ્ધરી-ઉગારી શકે છે. વિવિધ દુઃખમાં ડૂબેલા ને ફક્ત ધર્મ જ તારણ હાર છે. ધર્મના સેવનથી રાજ્ય મળે છે, ધર્મના આદરથી