________________
[ રર૪ ]
શ્રી કપૂરવિજયજી સ્થૂલભદ્ર મુનિ જ્યારે ગુરુ સમીપે આવ્યા ત્યારે ગુરુ મહારાજે તેને દુષ્કરદુષ્કરકારક કહીને સત્કાર્યા. એ વાત અન્ય સિંહગુફાવાસી વિગેરે સાધુઓને ઈર્ષા આવવાથી ન રુચી અને ગુરુના વચને અવગણું સ્થૂલભદ્રની હેડ કરવા જતાં જ્યારે મૂળગી મૂડી ખેાઈ આવ્યા ત્યારે પિતાની ભૂલ સમજાણું અને પશ્ચાત્તાપપૂર્વક ગુરુ સમીપે તેના આલેચના-નિંદા કરી, ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત સ્વીકારી પાછા શુદ્ધ–સાવધાન થયા. સિંહગુફાવાસી સાધુની પેઠે અન્ય સાધુઓએ ઈર્ષા કરવી નહી, પણ તેવે વખતે સમતા રાખીને સદગુણનું જ ગ્રહણ કરવું.
કર્મના ક્ષપશમવડે પ્રાપ્ત થયેલ સદાચરણ પ્રમાદ રહિત સેવવાથી જ જીવ શભા પામે છે, એમ જાણવાં છતાં પર ગુણ દેખી અદેખાઈ કેમ કરાય? પોતે મૂળગુણ તથા ઉત્તરગુણસંપન્ન છતાં અન્ય ગુણવંત સાધુજનની પ્રશંસા સહન કરી ન શકે તે પીઠ અને મહાપીઠ ઋષિની પેઠે પરભવમાં હાનિ પામે છે.
જે અહોનિશ પરનિંદા કર્યા કરે છે, આઠ મદનું સેવન કરે છે અને અન્યની સંપદા દેખી દિલમાં દાઝે એવા કષાયકલુષિત જીવ સદા દુઃખી છે.
લડાઈ-ટંટા-ફસાદ કરવાની ટેવ હોવાથી શ્રી સંઘ તરફથી તિરસ્કાર પામેલા સાધુને દેવગતિમાં પણ શુભ સ્થાન મળતું નથી તે મોક્ષગતિનું તે કહેવું જ શું? - જે કઈ લેકવિરુદ્ધ કામ કરે છે તે અનાચારસેવનથી સ્વયં દુઃખી થાય છે. એવાં અકાર્ય કરનારને દુનિયામાં ઉઘાડે પાડનાર પરાયા દુખે ફેગટ દુઃખી થાય છે. અર્થાત પર