________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી
૭. પૂર્વાપર અનિરુદ્ધ વચન વદવું ( પ્રિય, પથ્ય ને સત્ય જ કહેવું) અને મન, વચન, કાયા( વિચાર, વાણી ને આચાર )માં અમ ધકતા હૈાવી એ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વરના શાસનમાં છે. અન્ય સ્થળે તેવું સત્ય સભવતું નથી.
૮. અનશન (ઉપવાસાદિક ), ઊનાદરી ( અ૫ ભાજન કરવું), વૃત્તિસંક્ષેપ ( ઘેાડી વસ્તુઓથી ચલાવી લેવું), રસત્યાગ, કાયક્લેશ ( દેહદમન ) અને સલીનતા ( કાચખાની પેઠે અંગગાપન અથવા એકાન્તવાસ )–એ છ પ્રકારે માહ્ય તપનું સેવન કહ્યું છે. કરેલ પાપની આલેાચના, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, ઉત્સર્ગ અને સ્વાધ્યાય-એ છ પ્રકારે અભ્ય તર તપ સેવનીય છે.
૯. દિવ્ય ( દેવ સંબંધી) તથા ઔદારિક (મનુષ્ય અને તિયાઁચ સંબંધી ) વિષયભાગથી સ થા નિવ વારૂપ બ્રહ્મચર્ય કહ્યુ છે.
૧૦. અધ્યાત્મવાદીએ ખરેખર મૂર્ચ્છને જ પશ્રિંહ કહું છે, તેથી વૈરાગ્ય રંગીને અસંગતા-નિ થતારૂપ ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. ઉક્ત દૃવિધ ધર્મના દઢ અભ્યાસીને ગમે તેવા આકરા રાગ, દ્વેષ અને માહના નિગ્રહ કરતાં વાર લાગતી નથી. આ દુવિધ તિધર્મના સંક્ષિપ્ત સાર નીચે પ્રમાણે તારવી શકાય
૧. ક્ષમા ( સમતા ) જ ચારિત્રના ખરા કસ-નિચેાળ છે. ૨. કમળ જેવી મૃદતા વજ્ર જેવા માનને ક્ષણમાં ગાળી નાખે છે.
૩. વિચાર, વાણી ને આચારમાં સર્વ રીતે સરલતા રાખનારનું જ કલ્યાણ સુલભ છે.
૪. દરેક રીતે અંતઃકરણની શુદ્ધિ કરવા લક્ષ રાખવું જોઇએ.