________________
[ ૨૧૪ ]
શ્રી કપરવિજયજી આધી ઘડી કે પા ઘડી પણ એવા “સંત” ની સેવા સંગત કરી લેવાય તે તેમના સુપ્રસાદથી–સુશિક્ષાથી ક્રોડ ભવના પાપ નાશે. આજકાલ બાહ્ય આડંબર વધી ગયો છે ને મુગ્ધ જીવને ખરા સંતની પરીક્ષા-પિછાણ થઈ શકતી નથી તેથી તે સાચા માર્ગ પામી શકતા નથી, જે પોતે સાચો માર્ગ પાપે હોય તે પમાડે એવાં હિતવચન હૈયે ધરી સાચા સંતને ઓળખવા ખપ કર ને તેમની સેવાભક્તિને લાભ અચક લે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૭૯ ]
2418H670 ( Self Restraint )
નિજ આત્માને જ દમ સારે છે.” ૧. ગર્દભ, ઊંટ, અશ્વ, વૃષભ અને મદોન્મત્ત હાથી પણ યુક્તિને વશ થઈ શકે છે, પરંતુ વેચ્છાચારી એ આપણે આત્મા વશ થઈ શકતો નથી.
૨. તપ, સંયમવડે આત્માને સ્વાધીનપણે દમી લે સારો છે, નહીં તે પરાધીનપણે વધબંધનાદિક વિવિધ કષ્ટવડે દમાવું તો પડશે જ. ( ૩. બીજી નકામી ખટપટ કરવા કરતાં નિજ આત્માને જ વશ કર યુક્ત છે, કેમકે તે બહુ મુશ્કેલીથી વશ થાય છે, પણ આત્માને તપ સંયમાદિકવડે દમવાથી આ લોકમાં સુખી થવાય છે.
૪. સદા રાગદ્વેષાદિક દોષને સેવતે જીવ મલિન અથવસાય યુક્ત છતે સ્વેચ્છારીપણાથી વિષયકષાયાદિકગે થતી ગુણહાનિને પણ જોઈ શકતો નથી. મેકળી મૂકેલી પશુ જેવી વૃત્તિથી જીવનું પોતાનું બહુ જ બગડે છે.