________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૧૫ ] - પ. જીવને સુગંધી દ્રથી અર્યો છતે, ગુણ-સ્તુતિવડે
સ્તો છતે, વસ્ત્રાલંકારથી પૂજે છતે, બહુમાન કરવાવડે સત્કાર્યો છd, મસ્તક નમનવડે પ્રણયે છતે અને આચાર્યાદિક પદવી દેવાવડે સન્મા છો, મૂઢપણાથી તે એવું કામ કરે છે કે જેથી પોતાનું સ્થાન જ ફેડી નાખે છે એટલે અલ્પ સુખને માટે બહુ સુખ હારી જાય છે. બાહ્ય આડંબરમાં મૂંઝાઈ રહેવાથી ખરું સુખ હારી જવાય છે.
૬. બહુ ફળદાયી શીલવતાદિકને લેપી નાંખી જે મૂખ સુખની ઈચ્છા કરે છે તે દુબુદ્ધિ કેટી મૂલ્યથી તુચ્છ કાંગણી ખરીદે છે.
૭. જેમ સ્વપ્ન અવસ્થામાં અનુભવેલું સુખ જાગ્રત અવસ્થામાં જણાતું નથી. ભૂતકાળમાં ભેગવેલું સુખ પણ સ્વપ્નવત્ થઈ જાય છે એમ વિવેકબુદ્ધિથી સમજી, સર્વ વિષયસુખને તુચ્છ, કલ્પિત અને ક્ષણિક લેખી, વૈરાગ્ય લાવી આત્મદમન કરવું જ ઉચિત છે. એમ કરવાથી જ જીવને નિતાર થવા પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૩૧૩. ]
વિષય લેલુપતાનાં વિરસ (કડવાં) ફળ. - ૧. મથુરામાં મંગુ નામના આચાર્ય રસલુપતાથી સ્થિરવાસ રહ્યા હતા. ત્યાંથી કાળ કરીને તે નગરીની પાળ પાસે યક્ષમંદિરના અધિષ્ઠાયક(યક્ષ) તરીકે ઉત્પન્ન થયા. હવે તે યક્ષ પશ્ચાત્તાપ કરતે છતે, મંદિર સમીપે નીકળતા મુનિજનેને પોતાની હકીક્ત જણાવી બોધ કરતા કહે છે. “ગ્રહવાસ તજી,