________________
લેખ ગ્રહ : ૭ :
[ ૨૧૭ ] પણ ત્રણ ભુવન સંપૂર્ણ ભરાય જાય તે પૂરેપૂરા ધારણ કરેલાં દેહપ્રમાણનું કહેવું જ શું?
૭. નખ, દાંત, માંસ, કેશ અને હાડકાંને હિસાબ કરીએ તે અનંત મેપર્વત થાય તેય તેને પાર ન આવે. . ૮. સંસારચક્રમાં ભ્રમણ કરતાં જીવે છે જે આહાર આરોગ્યા તેને હિસાબ કરાય તે હિમવંત, મલય, મેરુગિરિ અને અસંખ્ય દ્વીપસમુદ્રથી પણ અધિક પ્રમાણમાં ઢગ થાય.. - ૯. તૃષાતુર થઈ જીવે ભવભ્રમણ કરતાં જે જે જળ પીધાં તેને હિસાબ કરીએ તે સર્વ કૂવા, તળાવ, નદી ને સમુદ્રમાં પણ ન સમાય.
૧૦. બાળપણમાં જે સ્તનપાન કર્યા તેને હિસાબ કરીએ તે તે સમસ્ત સમુદ્રના જળથી પણ અધિક થાય કેમકે ભવભ્રમણ કરતાં જીવે અનંતીવાર અવનવા દેહને ધારણ કરેલ છે.
“જીવની મતિમૂઢતા યા અજ્ઞાનતા” ૧૧. જીવે અનેક પ્રકારના કામગ અનંતીવાર પ્રાપ્ત કર્યા છતાં અજ્ઞાનતાથી એને અપૂર્વ સુખ છે એમ મૂઢ આત્મા માની લે છે.
૧૨. જીવ જાણે છે અને પ્રત્યક્ષ દેખે છે કે આ સર્વ ભેગસામગ્રી અને સંપદા ધર્મનું જ ફળ છે તેમ છતાં સત્યની મૂઢમતિવાળા જાતિહીન છો પાપકર્મમાં જ રમે છે–રચ્યાપચ્યા રહે છે.
૧૩. જન્મ, જરા અને મરણ સંબંધી અને જીવ જાણે છે અને મનમાં વિચારે છે તે પણ મહામહાભ્યતાથી મૂઢજને વિષયસુખથી વિરક્ત થતા નથી. કેઈક વિરલા શીવ્ર મોક્ષગામી જને જ સંતોષવૃત્તિને ધારણ કરે છે.