________________
[ રે૧૬]
શ્રી કરવિજયજી દીક્ષા લઈને, રસગારવ, અદ્ધિગારવ અને શાતાગારવને વશ થઈ મેં જેને ધર્મનું આરાધન કર્યું નહિ તેથી મારી આવી બૂરી દશા થઈ છે, માટે તમે સર્વે સાધુઓ સાવધાનપણે સંયમ પાળજે. - ૨. શિથિલ આચારવડે સર્વ આયુષ્ય ક્ષીણ થયે છતે ધર્મરૂપ સંબલ વિના હું શું કરું? હવે મને ઘણે શોચ થાય છે પણ અવસર વિત્યા પછી, સંયમભ્રષ્ટ થયા પછી હવે શોચ કરવા માત્રથી શું વળે? '
૩. લક્ષ ગમે ભવમાં ભમતાં દુર્લભ જેનધર્મ પામીને પણ સ્વછંદ આચરણથી હા ! ઈતિ ખેદે! જીવને અનેક પ્રકારની જાતિઓ તથા ચેનિઓમાં ભ્રમણ કરવું પડે છે.
૪. વિષયકષાયાદિક પ્રમાદને વશ થઈને સાંસારિક કાર્યમાં ઊજમાળ થયેલો જીવ વિવિધ પ્રકારના સંયોગવિયેગના અથવા જન્મ-મરણનાં દુઃખેથી ડરતા નથી કેમકે તે પુનઃ પુનઃ તેવા જ દુઃખદાયી કારણેને સેવતે જ રહે છે, તેમજ ઈન્દ્રિય સંબંધી સુખથી સંતોષ પામતો નથી કેમકે વિષયસુખની નવનવી ચાહના કરતે જાય છે. અને પરમાનંદદાયક અનુપમ મોક્ષસુખકારી હિત સાધનથી વિમુખ જ રહે છે.
૫. જે સ્વાધીનપણે તપ–સંયમ સેવવાનો ઉદ્યમ કરવામાં ન આવે તે પાછળથી પશ્ચાત્તાપ કરવા માત્રથી વિશેષ ફાયદો થઈ શકે નહિ; કેમકે શ્રેણિક રાજા પશ્ચાત્તાપ કરતા છતાં નરકમાં જ ગયા.
ભવચક્રમાં ધારણ કરેલાં હાદિકની અનંતતા. ૬. ચોરાશી લક્ષ જીવનિમાં ભ્રમણ કરતાં જેટલાં દેહ ધારણ કરીને તજી દીધાં તેના અનંતમા ભાગના દેહથી