________________
[ ૨૧૨ ]
શ્રી કરવિજયજી તેવી ઉત્તમ પાત્રતાયેગે ગુરુપદને સાર્થક કરી શકે છે. પોતે પ્રવહણની માફક તરે છે અને અન્ય કઈકને તારે છે.
જાકો ગુરુ હૈ લાલચી, દયા નાંહિ શિષ્યમાંહી; ઉન કે ભેજીયે, ઉજજડ કૂવામાંહી. ૨
મૂળ ગુરુ બની બેઠેલા જ લાલચી-લેભતૃષ્ણથી ભરપૂર હોય અને તેની પાછળ વળગેલા શિષ્યો એથી નપાવટ-નિર્દય હોય તે એ બને જગતને કેવળ ભારભૂત જ લેખાય તેથી જ બહિષ્કાર યોગ્ય ગણાય, પરંતુ એવાના ય પૂજારીઓ મળી જાય છે, જેથી થોડા દિવસ મેજ માણું લે છે, પરંતુ પાડાની પેરે પવિત્ર શાસનને પણ ખૂબ ડાળી નાંખી સ્વાર્થી બનેલાના કેવા બૂરા હાલ થાય છે તેને એટલે પરિણામને વિચાર કરનારા ખરા શાસનરસિક ત્યાગી કે ગૃહસ્થ જ ખરો ખ્યાલ કરી શકે છે.
સદગુરુ ઐસા કીજીએ, તુરત દિખાવે સાર; પાર ઉતરે પલકમેં, દર્પન કે દાતાર. ૩
સદ્દગુરુ એવા મેળવવા જોઈએ કે તરત સારતત્વ દર્શાવે અને શિષ્યના હદયની શુદ્ધિ કરી દઈ તેને પલકમાં પાર ઉતારે. જે આત્મકલ્યાણને સાચો ને સીધે માર્ગ ન બતાવે તેવા નામના કાચા ગુરુથી કંઈ વળે નહીં. સ્વપરનું કલ્યાણ કરી શકે એવા સુપાત્ર-સુગુરુ શોધી લેવા જોઈએ.
[જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૭૮]