________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
66
પૂર્વ પુણ્યયેાગે પ્રાપ્ત થયેલી લક્ષ્મી અને વાણીના પણુ સદુપયેાગ કરવાથી જ તેની સાકતા છે, એ અગત્યની વાત વિસારવી ન ઘટે. ટુંકાણમાં સહુ સંગાતે મૈત્રી, ગુણીજન પ્રત્યે પ્રમાદ, દુ:ખીજના પ્રત્યે કરુણા અને દાષવંત પ્રત્યે રાગ-દ્વેષ રહિત મધ્યસ્થભાવ રાખવામાં જ આપણું ખરું હિત રહેલું છે, એ મુદ્દાની વાત ખૂબ લક્ષમાં રાખીને કલેશકુસંપ ટાળવા, સુલેહ-શાન્તિ સ્થાપવા અને પવિત્ર ધર્માં માના સત્ર પ્રકાશ કરવા માટે ઢઢ પ્રયત્ન કરવા. સહુ કાઇનુ શ્રેય-કલ્યાણ ઇચ્છવાથી આપણું પણ શ્રેય થશે જ. કહ્યું છે કેઃ— સહુ મન સુખ છે, દુઃખને કે ન વછે, નહિ ધરમ વિના તે, સૌખ્ય એ સંપજે છે; ગૃહ સુધર્મ પામી, કાં પ્રમાદે ગમીજે ? અતિ આળસ તજીને, ઉદ્યમે ધર્માં કીજે. ઇહુ દિવસ ગયા જે, તેહ પાછા ન આવે, ધરમ સમય આળે, કાં પ્રમાદે ગમાવે ? ધ નવ કરે જે, આયુ આળે વહાવે, શશીપતિ પરે તે, શાચ ના અંત પાવે. ’ 'જગતમાં સહુ કોઇ સુખની વાંછા કરે છે, દુ:ખની વાંછના કરતા નથી. સહુ જીવાને સુખમય જીવન જ જીવવું વ્હાલુ લાગે છે, પણ એવું સુખ દયા, દાન અને દમન( સયમ )રૂપ ધર્માંનું સેવન કર્યા વગર મળી શકતુ નથી. એ ઉત્તમ ધસેવન કરવાથી એક અમૂલ્ય તક આ માનવભવમાં પામ્યા છતાં વિષય-કષાયાદિક પ્રમાદવશ પડી, સ્વચ્છંદીપણું આદરીને હે મુગ્ધ જીવ! તું કેમ એળે ગુમાવે છે ? પ્રમાદ સમાન કાઇ કટ્ટો દુશ્મન નથી, એથી જ તારે સંસારચક્રમાં જન્મ-મરણના