________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૦૯ ]
આ ભવસમુદ્રથી તરી પાર ઉતારે અથવા જેના આલખનવડે ભવના પાર પમાય તે લેાકેાત્તર-શ્રેષ્ઠ તીર્થ કહેવાય છે. તે જંગમ તીર્થ અને સ્થાવર તી એમ એ પ્રકારનાં કહ્યાં છે. જિનેશ્વર દેવની એકાન્ત હિતકારી આજ્ઞાને સારી રીતે સમજી, તેમાં દ્રઢ શ્રદ્ધા ધારી, તે મુજબ થાશક્તિ ચાલવા તત્પર રહેતા સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા એ જંગમ તીર્થ છે અને શત્રુંજય, ગિરનાર, આબૂ, અષ્ટાપદ અને સમેતશિખર પ્રમુખ સ્થાવર તી છે. શુદ્ધ ભાવથી તેને ભેટનારા ભવ્યજના ભવસાગર તરી શકે છે. એ ઉપર કહેલાં તીને ભાવથી ભેટી શક્તિ મુજબ દાન, શીલ અને તપરૂપ ધર્મકરણી આળસ ત્યજીને સવિશેષ કરવી એ દરેક ભવ્યાત્માનું હિત કન્ય છે. તીને ભેટતાં અનેક સજ્જનાના સહેજે સમાગમ થવા પામે છે. તેમના ઉત્તમ ગુણેાનું અનુમાદન કરવાથી આપણામાં સજ્જનતા–સારી ચેાગ્યતા આવે છે, નિંદ્યાર્દિક ઢાષાનું નિવારણ થાય છે અને નિર્મળ જ્ઞાન, દર્શનાર્દિક ગુણાના પ્રકાશ થાય છે. આવા ઉત્તમ હેતુથી જ સહુ કાઈ આત્માથી સજ્જનાએ પવિત્ર તીર્થની ભેટ કરવી ઘટે છે. તેને શુભ પ્રસંગે સાધી જનાના યાગ્ય સત્કાર કરવા, તેમની સંગાતે ધર્મગાછી કરવી અને દરેક શુભ પ્રસંગમાંથી કંઈ તે કંઈ ગુણ ગ્રહણ કરી લેવા ચૂકવું નહીં. હંસની પેઠે સાર તત્ત્વનું ગ્રહણુ · કરી લેવામાં જ પ્રાપ્ત થયેલી સુબુદ્ધિની સાર્થકતા છે. સુખે નિહી શકાય એવાં વ્રત-નિયમે સમજપૂર્વક આદરવાના ખપ કરવા એ આ દુર્લભ માનવદેહાર્દિ સામગ્રી પામ્યાની સાથે કતા છે.
.
૧૪