________________
[ ૨૦૮ ]
શ્રી કરવિજયજી શુભ અવસર પામી, પાછળથી પુરુષાતન ફેરવે તે કવચિત્ | સ્વશુદ્ધિ પણ કરી શકે.
૬. જે જીવ સંશય ગ્રહણ કરી તેને અતિચાર અને આચાર દેષથી ખંડિત કરે છે, તે સુખલંપટ થયા પછી ઠેકાણે આવો મુશ્કેલ છે. નિર્વસ પરિણામી તે ઉદ્યમ કરી શકતા નથી.
૭. ચક્રવતી સ્વરાજ્યને વૈરાગ્યયોગે સુખે ત્યજી શકે છે પણ શિથિલાચારી શિથિલાચારને ત્યજી શકતા નથી. ( ૮. તેથી સુદુર્લભ સંયમ પામી, પ્રમાદચરણથી તેને નાશ નહી કરે જેથી ભવાંતરમાં સુલભબોધિપણું સહેજે પ્રાપ્ત થાય.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૪ ]
“જૈન ધર્મ સંબંધી સમજવા યોગ્ય બેધવચને”
રાગ, દ્વેષ અને મહાદિ દોષ દૂર કરનાર-જીતી લેનાર જિનેશ્વર દેવ છે. તેમણે ઉપદેશેલે–પ્રરૂપેલો ધર્મ એ જૈન ધર્મ છે. અહિંસા, સંજમ અને તપ એ જિનેક્ત ધર્મનું લક્ષણ છે. એ પરમ મંગળમય ધર્મની ધુરાને ધારણ કરનાર ધરી સમાન નિર્ચથ–સાધુ ગુરુ ગણાય છે. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર દ્રઢ શ્રદ્ધા રાખનાર વિવેકચક્ષુથી સત્ય જેનાર જાણનાર અને સત્ય હિતકારી કરણ કરનાર શ્રાવક કહેવાય છે. સકળ દોષ રહિત જિનેશ્વરદેવે કથેલા ધર્મને એકસરખી રીતે અનુસરનારા સાધમી લેખાય છે. તેમની યથા ઉચિત સેવા-ભક્તિ કરનારા ભાગ્યશાળી ભવ્યજનો મહાલાભ મેળવે છે. વિવેકયુક્ત સાધમી સેવાનું મહાફળ કહ્યું છે.