________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૧૧ ] ફેરા ફરવા પડે છે, માટે ચેત! જાગૃત થા! અને કાયરપણું ત્યજી દે. એ જ ખરો સુખને માર્ગ છે. જે રાત્રિ-દિવસ ધર્મસાધન વગરના જાય છે તે ફેગટ જાય છે, ધર્મસાધન કરી લેનારાનાં તે સફળ થાય છે. અત્યારે અવસર પામી સ્વાધીનપણે થોડું ઘણું કષ્ટ સહન કરીને પણ ધર્મ સાધન કરી લેવું સારું કે જેથી ભવિષ્યમાં ઘણું સુખ સાંપડે, પરંતુ જે કઈ દેહ, ધન અને પુત્રાદિક પરિવાર ઉપર મમતા ધારી ધર્મસાધનની ખરી તક ખાઈ દે છે તેમને પછી ભારે શોચ સાથે ભવિષ્યમાં બહુ દુઃખ વેઠવું પડે છે, એમ સમજી, સ્વહૃદયચક્ષુ ઉઘાડી, ભવિષ્યનો વિચાર કરજે. સવેળા ચેતી જઈ કંઈ ઉત્તમ ધર્મસાધના કરી લેવાશે જરૂર આગામી ભવિષ્ય સુધરવા પામશે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૭૯ ] પાત્રતા વગર ખરી પ્રાપ્તિ થતી કે ટકતી નથી.” ગુરુ ભી શિષ્ય લાલચી, દેને ખેલે દાવ; દોને બે બાપડા, બેઠ પથ્થરકી નાવ. ૧ ગુરુ ને શિષ્યની જોડી ઘણે ભાગે એક સરખી જ મળે છે. ગુરુ “લોભી હોય અને શિષ્ય “લાલચુ” હોય તે પથ્થરની નાવમાં જ બેઠેલા એ બંનેને બૂરા હાલ થાય છે. એવા નાલાયક પથ્થરની નાવ જેવાને આશ્રય કરનારા સહુના બૂરા. હાલ થવા પામે છે. ગુરુપદની જવાબદારી કેટલી બધી છે ? ઉત્તમ ગુણેને પોતે ધારણ કરી અધિક અધિક ગુણને અભિલાષી બની, પવિત્ર આચાર્ય ઉપાધ્યાયાદિકની પદવીને અનુક્રમે પામી, શુદ્ધ કરુણાબુદ્ધિથી જેઓ રાગ-દ્વેષાદિ દોષથી સંસા૨માં ડૂબતા જીવોને યોગ્ય અવલંબન આપી શકે છે તેઓ જ