________________
લેખ સંગ્રહ : ૭ :
[ ર૦૭ ] (૬) પ્રથમથી જ શક્તિ–આરોગ્યતા મુજબ ધર્મ–માર્ગ અંગીકાર કરી હળુકમી છે તેને પ્રેમપૂર્વક પાળે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૭૫ ]
કર્મની અકળ ગતિ ૧. દશ દશ જણને પ્રતિબોધવાની લબ્ધિ શક્તિવાળા નંદિષેણ મુનિ પણ કર્મમાંથી છૂટી શક્યા નહિ.
૨. બદ્ધ,નિધત્ત, નિકાચીત અને પૃષ્ટ એવા અનેક પ્રકારના કર્મથી મલિન થયેલ આત્મા જાણતો સતે વિષયાદિક પ્રમાદમાં મુંઝાઈ દુઃખી થાય છે. બદ્ધકર્મ કલુષિત જળ જેવું અથવા દોરાવડે બાંધેલ સોના સમૂહ જેવું, નિધત્ત કર્મ દૃઢ બંધનથી બાંધેલું, નિકાચીત કર્મ અત્યન્ત આકરા અધ્યવસાયથી ભગવ્યા વગર છૂટી ન શકે એવું બંધાયેલું અને પૃષ્ટ કમ તે કોરા વસ્ત્ર ઉપર ચટેલી રજ જેવું ઢીલું બંધાયેલું સમજવું. - ૩. નિકાચીત કર્મના યોગે કૃષ્ણ વાસુદેવની પેઠે વસ્તુ તત્વને જાણતાં છતાં જીવ સત્ય સંયમાદિક સફળ મોક્ષમાર્ગને આદરી શકતો નથી.
૪. કંડરીક મુનિ એક હજાર વર્ષ સુધી વિશાળ ચારિત્ર કરણ કર્યા છતાં અંતે કિલષ્ટ પરિણામને સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈ દુર્ગતિગામી થયા અને તેના જ વડીલ બંધુ પુંડરીક ઉચ્ચ ભાવનાયેગે સંયમમાર્ગને અંગીકાર કરી ઉચ્ચ ગતિને પ્રાપ્ત થયા.
પ. મલિન પરિણામથી ચારિત્રને ડોળી નાખ્યા પછી પુનઃ પુનઃ ચારિત્રની શુદ્ધિ કરવી દુષ્કર છે, તે પણ જે કંઈ