________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૬ ] વિવેકથી ને હૈર્યથી કરવાં જોઈએ. તેમાં ફળપ્રાપ્તિ માટે અધીરા થવું નહીં. કહ્યું પણ છે કે-Patience and persivearance overcome mountains અર્થાત ધેય અને ખંતથી ગમે તેવાં મહત્ત્વનાં કામ પણ પૂરાં કરી શકાય છે. બાકી તે વગર તે Haste is Waste અતિ ઉતાવળ અને અધીરાઈ કરવી તે અતિહાનિરૂપ નીવડે છે.
શ્રીમાન આનંદઘનજી જેવા આત્મજ્ઞાની–અધ્યાત્મી પુરુષે એ જ બોધ આપે છે કે “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ” સેવા–ભક્તિ અને પરમાર્થ પરાયણતા માટે પ્રથમ–પહેલાં જ ભય, દ્વેષ અને ખેદરૂપ દષત્રયને ત્યાગ કરવો જોઈએ. જેમાં પરિણામની ચંચળતા-અસ્થિરતા વતે એ જ ભય, અરુચિ થવા પામે એ જ દ્વેષ અને એવી ઉત્તમ પ્રવૃત્તિ કરતાં થાકી જવાય એ જ ખેદ, સતત અભ્યાસને સ્થિતિ પરિપાક થયે છતે એ દેષત્રય વિલય પામે છે અને આંતર-વિવેકદષ્ટિ ખુલે છે. પછી ગુણમણિના નિધાનરૂપ સંતમહંતને પિછાણી, તેમને પરિચય કરી, સ્વચિત્તશુદ્ધિ કરી શકાય છે, જેથી સઘળી કરણ સફળ થઈ શકે છે. અને એ રીતે સરલ મનવચન-કાયાથી કરાતી શુદ્ધ કરણીવડે સત્ય ફળરૂપ ઉમેરમ મોક્ષસુખ પણ પ્રાપ્ત થઈ શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૦ ]
સત્ય તત્ત્વનો સ્વીકાર. ૧. કપાળમાં કેશરને ચાંદલો (તિલક) કરનારને તે જગ્યાએ લાંબે વખતે કાળો ડાઘ પડી જાય છે તે સ્પષ્ટ રીતે