________________
[ ૨૦૨ ]
શ્રી રવિજયજી બને તે ગઅવંચતા લેખી શકાય. સાદી ને સ્પષ્ટ રીતે કહીએ તે વિચાર, વાણી અને વર્તનની એક સરખી પવિત્રતા સાચવવી. નિકટભવી જીવને જ આવી “ગઅવંચકતા” સાંપડે છે. યોગઅવંચકતાવડે ક્રિયાઅવંચકતા એટલે ચારિત્રશુદ્ધિ અને તે વડે ફળ–અવંચતા એટલે મોક્ષસુખની સહેજે પ્રાપ્તિ થઈ શકે છે, એટલે જન્મમરણને અંત આવે છે, પરંતુ જીવ જ્યાં સુધી સ્વચ્છંદપણે મન, મચન, કાયાને. દુરુપયોગ કર્યા કરે છે ત્યાં સુધી રાગ, દ્વેષ અને મહાદિક દેષની પ્રબળતાવડે અનંત જન્મ મરણને ભય વધતું જ જાય છે. જ્ઞાની–પ્રબુદ્ધ આત્મા એક પણ નબળે વિચાર મનમાં દાખલ થવા ન દે, એક પણ નબળું કે વગર જરૂરનું વચન ના વદે અને એક પણ નબળું કે વગરવિચાર્યું કાર્ય ન કરે, એટલું જ નહિ પણ એ ત્રણે વેગને બને તેટલું સારામાં સારો ઉપગ કરે, જેથી સ્વપરહિતમાં વધારે જ થવા પામે. સંત-સાધુ–મહાત્મા તે તે ત્રણે યેગનું ગેપન મુખ્યપણે કરીને ગુવિડે સંયમનું પાલન કરે છે. ખાસ જરૂરી પ્રસંગે સાવધાનપણે તેને સદુપયોગ કરે છે, તે સમિતિ કહેવાય છે. નિ:સ્પૃહી મહામાને તે શરીર ઉપર મમતા હોતી નથી, તેથી પરિષહ-ઉપસર્ગોને સહન કરીને પણ મહાવીર પ્રભુના પંથે વળે છે, ને બીજાને દષ્ટાંતરૂપ બને છે. વિચિત આવા મહાવતેથી કાયર જને કંપે છે, પણ શૂરવીર અને તે દુર્લભ સામગ્રીને પૂરો લાભ લઈ તેને સાર્થક જ કરે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૯૩]