________________
દરના અવાજ, પરંતુ જે કાઈ પડ પામતો સાત જાય છે તે
લેખ સંગ્રહ : ૭ :
[ ર૦૩ ] પરભવનું પાથેય ધર્મસેવન. - જે કોઈ દૂરની લાંબી અટવીવાળી મુસાફરીમાં કંઈ પણ ભાતું સાથે રાખ્યા વગર બેદરકારીથી જાય તે સુધા–તૃષાથી પીડા પામી મહાદુઃખી થાય; એ રીતે યથાશક્તિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય પ્રમુખ ધર્મસાધનને હિતકારી સમજીને સેવન કર્યા વગર જે મૃત્યુવશ થઈ પરભવમાં જાય છે તે ત્યાં વિવિધ વ્યાધિ અને રોગથી પીડા પામતે સતે બહુ બહુ દુઃખી થાય છે; પરંતુ જે કઈ શુભાશયથી, દીર્ઘદ્રષ્ટિથી તેવા દૂરના અટવીવાળા લાંબા માગે મુસાફરી કરતાં યથાયોગ્ય ભાતું સાથે રાખી લેવા ચૂકતા નથી તે તેને પ્રસંગે ક્ષુધા-તૃષાના દુઃખથી મુક્ત રહી જેમ સુખી થાય છે તેમ જે કઈ મહાશયે પિતાને પ્રાપ્ત થયેલી માનવદેહાદિ બધી દુર્લભ સામગ્રીને બને તેટલો સદુપયેગ કરતા રહી, વીતરાગ સર્વત સત્ય ધર્મનું ચીવટથી સેવન કરી, સ્વજીવન સાર્થક કરી પરભવમાં જાય તે અશુભ પાપકર્મ રહિત અને અનેકવિધ વ્યાધિ-રોગથી મુક્ત રહી સર્વત્ર સુખી સુખી થવા પામે છે. જેમ મેહ ને અજ્ઞાનવશ કિંપાકના ફળ બહારથી સુંદર ને સ્વાદિષ્ટ દેખી, જે કઈ લેભ-લાલચથી તે ખાય છે તેનું પરિણામ સારું નથી આવતું, પણ પ્રિય પ્રાણની હાનિરૂપ વિપરીત જ આવે છે તેમ પાંચે ઈન્દ્રિયેના શબ્દ, રૂપ, રસ, ગંધ પ્રમુખ ગમે તેવા બહારથી સુંદર મનહર જણાતા વિષયભેગને જે કોઈ મોહ અજ્ઞાનને વશ બની લોભ-લાલચથી નિરંકુશપણે સેવતા રહે છે તેનું પરિણામ પણ ભારે વિપરીત આવવા પામે છે. તેને વારંવાર જન્મ મરણના ફેરામાં ફરવું