________________
| ૧૭૦ ]
- શ્રી કરવિજયજી ધર્મને ઓળખ્યાનું ફળ શું? ધર્મને યથાર્થ સમજ્યાનું ફળ પિતે ધમ-ધર્મનિષ્ટ થવું એ જ હેઈ શકે, નહીં કે ફક્ત ધમમાં ખપવું-ધમપણાને ડેળ કરે; દાંભિકતા આદરવી-શ્રી ઉપદેશમાળાકાર સ્પષ્ટ કહે છે કે–ખરા ધર્મ કે ધમીમાં માયા-કપટ-દંભરચના ન જ હોય, અર્થાત માયાવી-દંભી જને ખરો ધર્મ ન પામી શકે. એટલે ખરા ધર્મના અથી જનોએ તે માયાકપટ કે દંભરચનાથી દૂર જ રહેવાનું હોય, તે સિવાય ખરા. ધર્મની પ્રાપ્તિ અને તેની રક્ષા તેમજ વૃદ્ધિ થઈ ન જ શકે. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં દુનિયામાં મોટે ભાગે ઊલટું જ વર્તન જોવામાં આવે છે. ખરા ધમીજનો બહુ જ થોડા હેય છે. ધર્મ ધમી જનેમાં જ નિવસે છે. ખરા ધર્મના અથજને તેવા ધમીજનેની ખરી ધર્મકરણની અનુમોદના-પ્રશંસાવડે બને તેટલા અનુકરણ કરનારા જ હોય છે, ત્યારે સ્વયં ધર્મ, હીન છતાં ધમમાં ખપવા ઈચ્છતા દંભીજને ખરા ધમીજનેની ધર્મકરણની અનુમોદના-પ્રશંસા કે યથાશક્તિ અનુકરણ કરવાનું બાજુએ રાખીને તેની નિંદા કે હેલનાદિક કરવામાં સંતેષ માને છે. સામાન્યતઃ ધર્મ બે પ્રકારે સમજવા ગ્ય છે. એક નિશ્ચયથી અને બીજે વ્યવહારથી. તેમાં નિશ્ચયથી તે “વત્થરો ઘરમ” એટલે વસ્તુને મૂળ સ્વભાવ એ જ ધર્મ છે. સ્ફટિક રત્ન સમાન ઉજજવળ–નિર્મળ–નિષ્કલંક-નિષ્કષાયતારૂપ આત્માને મૂળ સ્વભાવ સર્વજ્ઞાએ સાક્ષાત્ જાયે, જે, અનુભવ્યો ને પ્રરૂપે છે. સ્ફટિક જાતે ઉજજ્વળ છતાં ઉપાધિ (ફળ) સંબંધથી જેમ વિચિત્ર રંગનું પ્રતિભાસે છે તેમ