________________
[ ૧૯૨ ]
શ્રી કરવિજયજી કોઈ માન-સન્માન આપે કે અપમાન કરે તેથી હર્ષ–ખેદ નહીં કરતા પોતે સદા સમભાવે રહે. ખંડન-મંડન, થાપઉત્થાપમાં નહીં પડતાં સદા આત્મભાવે રમે, એવા આદર્શરૂપ સાધુરને સહેજે આત્માની વિશુદ્ધિ કરીને પરમાત્મદશાને પામી શકે છે. તેને મર્મ સમજી પોતાનું જીવન ઉન્નત કરવા ઈચ્છતે ગૃહસ્થ ભવ્યાત્મા પણ સામાયિક પ્રસંગે એવા શુભ અભ્યાસને સેવત-વધારતે સતે આત્માની ઉન્નતિને સુખે સાધી શકે છે અને આનંદ, કામદેવની પેઠે અન્યને માર્ગદર્શક બને છે.
[જે. ધ. પ્ર. પુ૪૨, પૃ. ૨૮૧]
સાધુવિહાર, એક ગીતાર્થ વિહાર ને બીજે ગીતાર્થનિશ્રિત-વિહાર સિવાય ત્રીજે વિહાર જિનેશ્વરએ અનુમત કરેલે નથી.
પોતાની સમાન કે અધિક ગુણવાન શિષ્યાદિક સાધુને ગ ન બને ત્યારે જ ગીતાર્થ પણ એકલા સંયમમાર્ગને સાવધાનપણે સાધતા-વિષયકષાયાદિક પ્રમાદને યત્નપૂર્વક પરિહરતા સતા વિહરે છે.
ભવભીગીતાર્થની નિશ્રામાં રહેતાં, પોતાને સંયમમાર્ગમાં ઉત્તમ નિયામક મળવાથી અગીતાર્થ એવા સાધુજનને પણ અનેક પ્રકારના ઉત્તમ લાભ સાંપડે છે. તેવા વિહારને ગીતાર્થ નિશ્રિત વિહાર કહી શકાય છે. એ સિવાય સ્વચ્છંદતાવશ કોઈ સાધુ-સાધ્વી એકલા કે અજ્ઞાન અગીતાર્થ ટેળા સાથે વિહાર કરે તે ગમે તેટલી તપસ્યાદિક કઠીન કરણ કરતા હોય તે પણ યથાર્થ સાધુ માર્ગથી બહિર્મુખ લેવાથી શાસ્ત્રમાન્ય