________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૯ ] પાછળ લાગતું અટકાવી રાખવા મહાપુરુષોએ સેવેલા સર્વ. હિતકારી એકાન્તવિશુદ્ધ નિર્દોષધર્મનું સેવન પરમાનંદદાયક થઈ શકે છે, એમ સમજી શુદ્ધ ધર્મ અને ધમજનેનું બહુમાન કરવું અને તેમની પવિત્ર આજ્ઞાને યથાર્થ અનુસરવું, એ મેહને ઉછેદ કરવા માટે પ્રબળ સાધનરૂપ છે. એ રીતે કુશળ અભ્યાસવડે પવિત્ર આજ્ઞાકારી આત્મા વિશુદ્ધ થતા થતા સાચી ભાવનાને કર્મ–મળને ટાળી સાધુધર્મની ગ્યતા પામે છે. એટલે તે સંસારસુખથી વિરક્ત થયે છતે મેક્ષાથી, મમત્વરહિત, કેઈને પીડા ઉત્પન્ન નહિ કરનાર, રાગદ્વેષની ગ્રથિલ ગાંઠને ભેદવાવડે વિશુદ્ધ ભાવવાળા થાય છે.
૧૫. સાધુધર્મને સારી રીતે સમજેલ ઉપરોક્ત ગુણવાળો ભાવિત આત્મા કોઈને ઉત્પાત-દુઃખ-પીડા-અસમાધિ ન ઉપજે તેમ ચારિત્ર ધર્મ અંગીકાર કરવા ઉજમાળ થાય છે; કેમકે કેઈને અશાન્તિ કે અસમાધિ ઉપજાવવી એ તેમાં વિન્નરૂપ છે. વળી એ ધર્મપ્રાપ્તિને માર્ગ–ઉપાય પણ નથી; કેમકે પરોપતાપરૂપ અકુશલારંભ આત્માને હિતકારક નથી. કદાચ માત-પિતા પ્રમુખ કમેગે પ્રતિબંધ પામ્યા ન હોય તો તેમને પ્રતિબેધવા શાંતિથી સમજાવવા.
૧૬. સદ્દભાગ્યયેગે તેઓ પ્રતિબંધ પામે તો સર્વેએ સાથે જ દીક્ષા ગ્રહણ કરી નિ:સ્પૃહભાવે તે પાળવી. - ૧૭. કર્મવેગે તેઓ પ્રતિબંધ ન પામે તે શક્તિ અનુસાર તેમના નિર્વાહ માટે સ્વમતિ મુજબ આવકનાં નિર્દોષ સાધન કરી આપવા એ ખરેખરી કૃતજ્ઞતા છે, અને આવી ભક્તિ લેકમાં શાસનેન્નતિના કારણરૂપ થાય છે. પછી અનુ