________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫ ] હિત હૈયે ધરનારા જ્ઞાની ને સંયમી સાધુ-સાધ્વીઓ પ્રમાદ રહિતપણે યથાયોગ્ય જ્ઞાનનો વિસ્તાર કરતા રહેવાથી નાના મોટા સહુ ભાઈ–બહેને વ્યવહારકુશળતા મેળવવા સાથે ખરો કલ્યાણનો માર્ગ સમજી પ્રેમપૂર્વક તેનું પાલન કરવા ઉજમાળ બને છે. એ મહાન લાભ સતત સુવિહિત વિહારથી થવા પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૮૨ ] શાસનની મર્યાદાના પાલન માટે કેવી વ્યવસ્થા
જરૂરની છે? સૂર્ય સમાન પ્રતાપશાળી શ્રી તીર્થંકરદેવના અભાવે શાસનની મર્યાદા ભવ્યજનોને શાન્તિથી સમજાવીને તે સાચવવા સોદિત પ્રયત્ન સેવે એવા સમર્થ, જ્ઞાન, વૈરાગી ને ગંભીર, અપ્રમત્ત, તપદેશક ગુરુની આપણને અત્યારે ખાસ જરૂર છે. જે પિતે સાદા અને સરલસ્વભાવી હાઈ સંયમમાર્ગની સદા રક્ષા ને પુષ્ટિ કરતાં રહે છે તે જ સાચા માર્ગદર્શક બની શકે છે. ઉત્તમ મહાવ્રતો આદરી તેનું પ્રીતિથી પાલન કરતાં સતા જેઓ સત્તાવીશ ગુણોને ધારે છે એવા સુસાધુઓને યથાર્થ ઓળખી, સદાય તેમનું શરણ લેવું જોઈએ; તેથી આગળ વધી અધિક ઉત્તમ ગુણેને ધારણ કરનારા ઉપાધ્યાયની ને આચાઓંની ખાસ જરૂર છે. જેઓ યથાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ઓળખી જે રીતે શાસનની રક્ષા ને ઉન્નતિ થાય તે હિતમાર્ગ જ આદરે છે, તેવા ભાવ-આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની પણ જરૂર છે. જ્યારથી પૂરી ગ્યતા કે પાત્રતા વિચારી ઉક્ત ઉત્તમ પદવીઓ દેવા-લેવાનું વિસારી દેવાયું છે ત્યારથી આપણી અવનતિ શરૂ થઈ છે. ઉક્ત ઉત્તમ પદવીઓ કેવા પાત્રને