________________
[ ૧૯૬ ]
શ્રી કર્ખરવિજયજી અપાય? કુપાત્રને દાન દેવાથી કે અનર્થ થાય? તે સંબંધી સ્પષ્ટ ઉલેખ શ્રી હરિભદ્રસૂરિ જેવા સમર્થ આચા
એ કરેલા પ્રામાણિક ગ્રંથોમાં પણ જોવામાં આવે છે, તેમ છતાં આજકાલ કેવી સ્વેચ્છાવૃત્તિથી કામ લેવાય છે? કાર્યની ગંભીરતા ને જવાબદારીને કેટલે ઓછો ખ્યાલ રખાય છે? તે માટે મહાપુરુષોએ પૂર્વે દાખવેલી મર્યાદા ને જવાબદારી વિચારવા યોગ્ય છે, એ રીતે અંધપરંપરાથી શાસનનું હિત કેટલું જોખમાય છે? તેને વિચાર સરખે કરવા કેણુ કાળજી રાખે છે? પૂરો પંચેન્દ્રિયને પરમાર્થ આવડત ન હોય, તેમાં ગણવેલાં ઉત્તમ ગુણેનું ભાન પણ ન હોય તેવા નામના આચાર્ય કે ઉપાધ્યાય કે પંન્યાસ શાસનનું કેવું હિત કરી શકે ? ગમે તેમ કરી, પાત્રતાની પૂરી ખામી છતાં, મોટી જોખમભરી પદવીઓ ધારણ કરવી એ પ્રગટ મિથ્યાત્વ છે. તેથી લેનાર ને દેનાર બંને દેષિત કરે છે, તેમજ આજ્ઞાવિરુદ્ધ સ્વેચ્છાચારથી બંને ભારે શિક્ષાપાત્ર બને છે. તેને સહચારીઓ, સહાયક ને અનુમોદક પણ ઉક્ત દેષ ને શિક્ષાના ભાગી થાય છે. અનંત સંસારવૃદ્ધિરૂપ અતિ ગંભીર શિક્ષા અદશ્ય છતાં પ્રભુ આજ્ઞાખંડનકારી માટે વ્યાજબી જ કહી છે. ભવભીરુ ભવ્યાત્માઓ તેથી ચેતીને જ ચાલે છે. તેઓ એ મિથ્યાડંબર લગારે પસંદ કરતા નથી, તેમજ તેમાં કશી સહાય કે અનુમોદના કરતા નથી. આગમમાં જે કૃતિકર્મ (નમન-વંદન)ની મર્યાદા ને તેથી ફલિત થતાં ફાયદા કહ્યાં છે તે સુવિહિત સાધુ-સાધ્વીઓએ જાણું તેવી મર્યાદા કાળજીપૂર્વક પાળવા અને તેથી થતાં લાભ મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે
[જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૭૦]