________________
[ ૧૯૪ ]
શ્રી કપૂરવિજયજી
દેખાવરૂપે આ માસકલ્પની મર્યાદા સાચવી ન શકાય; પણુ સંથારાની ભૂમિ બદલાવવાવડે તથા અન્ય ઉપાશ્રય કે ગામ વગરના બીજા વિભાગમાં જઇ રહેવાવડે ભાવથી તે તે સાચવવી જ જોઇએ. ઉક્ત સાધુ સાધ્વીએના વિહારની મર્યાદા પળાવવામાં પણ ભારે શિથિલતા-મંદતા ને ઉપેક્ષા થતી જણાય છે. તેનાં કારણેા શેાધી ભવભીરુ આત્માથી જનાએ હિતમાના જ આદર કરવા અધિક ખપ કરવા જોઇએ.
સાધુઓને વર્ષાકાળમાં જ એક સ્થાને નિવાસ કરીને રહેવાનું કહ્યું છે. તે સિવાય ઋતુબદ્ધ કાળમાં માસ૫ની મર્યાદાથી વિહાર કરવાનું એટલે સામાન્યત: કેાઇ એક ચેાગ્ય સ્થળે એક માસથી વધારે નહી રહેતાં વિચરવાનું જેમ ફરમાન છે તેમ પ્રવર્તિની અને તેની નિશ્રામાં રહેતી સાધ્વીઓને માટે પણ એકને બદલે એ માસકલ્પની મર્યાદાથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા રહેવાનું કહેલું છે. તેમાં પણ આજકાલ અનાદર કે મદ આદર થતા જણાય છે, તે દૂર કરી દેવાની ખાસ જરૂર છે. જેમ સાધુજનાએ જ્ઞાનધ્યાનમાં મશગૂલ રહી સંચમની રક્ષા ને વૃદ્ધિ કરવાની છે તેમ સાધ્વીઓએ પણ સાવધાનપણે સચમની રક્ષા ને વૃદ્ધિ થવા પામે તેમ પ્રવર્તવાની ઘણી જ જરૂર છે. વિહાર મર્યાદાસર કરતા રહેવાથી પાતે પ્રતિબંધથી દૂર રહી શકે છે. અનેક જુદા જુદા સ્થળવાસી ભવ્ય જનાને ગુરુસેવા અને વદનને લાભ મળવા ઉપરાંત શુદ્ધ સુવિહિત સમા ચારી જાણવાના ને યથાશક્તિ આદરવાને પણ લાભ મળે છે. સાધુજનાના વિરહે વ્યાપી ગયેલી આચારશિથિલતા દૂર થવા પામે છે અને અનેક ભવ્યાત્માઓને સદાચાર સાંપડવાથી તેમનું પણુ કલ્યાણ સાથે શાસનની ઉન્નતિ થઇ શકે છે. વળી શાસનનું