________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૯૩ ] કે પ્રમાણભૂત નથી. પ્રભુની આજ્ઞાના ખરા ખપી સાધુ સાધ્વીઓએ ખાસ જ્ઞાન, દર્શન ને ચારિત્રના પુણાલંબન વગર એક જ સ્થળે માસક૯પાદિ મર્યાદા તજી વધારે લાંબે વખત કે જિંદગી પર્યત કાયમ કઈ સ્થળે રહેવું નહિ. માકપાદિક વિહાર સંબંધી મર્યાદાનું ઉલ્લંઘન ખાસ પ્રયજન સિવાય કરવાથી સંભવતા દે શાસ્ત્રકાર ઘણા ગણાવે છે, તેમાંથી કેટલાક નીચે બતાવ્યા છે –
(૧) શય્યાતર–ઉપાશ્રયસ્વામી વિગેરેમાં રાગ–પ્રતિબંધમમતા બંધાય તેથી પોતાનો આત્મા મલિન થવા પામે.
(૨) લઘુતા થાય–આ સાધુઓ સ્વઘર તજી બીજા ઘરોમાં રક્ત થઈ રાગ બાંધી રહ્યા છે એ લોકાપવાદ થવા પામે.
(૩) વિવિધ દેશમાં રહેલા ભવ્ય જનને ઉપદેશ દેવાવડે લાભ કરી ન શકાય. અથવા અન્ય દેશમાં રહેલા સુવિહિત સાધુજનની સેવાભક્તિ કે વંદનાદિકને લાભ મળી ન શકે, તેમજ અન્ય દેશના ભવ્ય જનને વંદનાદિક ભક્તિને લાભ મળી ન શકે, વળી સાધુજનેચિત વ્યવહારનું પાલન થઈ શકે તે સદ્વ્યવહાર પણ ન સચવાય.
(૪) વિવિધ દેશોમાં વિચરતાં જે વિજ્ઞાન વિચિત્ર લેક લોકોત્તર વ્યવહાર સંબંધી થઈ શકે છે તે થવા ન પામે.
(૫) પ્રભુ આજ્ઞાનું આરાધન થઈ ન શકે, કેમકે તેમાં તે માસકલપની મર્યાદા સિવાય સાધુવિહાર માન્ય કર્યો જ નથી. કદાચિત્ કોઈ પણ કારણથી એટલે દુભિક્ષાદિક કાળદેષથી, સંયમને નિર્વાહ થઈ ન શકે એવા ક્ષેત્રદેષથી, ભાત વિગેરે શરીરને અનુકૂળ ન આવે એવા દ્રવ્યદોષથી અને માંદગી કે જ્ઞાનાદિકની હાનિ પ્રમુખ ભાવદષથી કદાચ