________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૯૧ ] કચરાઈ મરે. પછી દંશના સ્થાને લાલ રક્તને બદલે ગાયના દૂધ જેવું ઉજ્વળ લેહી સવતું જેમાં સર્ષ આ બની ગયો ને મોટા વિચારમાં પડ્યો, ત્યારે પ્રભુએ ચેગ્ય સમય જાણું તેને યેગ્ય વચનથી પ્રતિબધી ઠેકાણે આ જેથી તેની ગતિ સુધરી. પરંતુ પગે દંશ દેનારા સર્પ ઉપર અને હર્ષોલ્લાસથી ચરણમાં નમન કરવા માટે સ્પર્શ કરતા દેવતાઓ તથા ઈન્દ્ર ઉપર પ્રભુને સમભાવ જ હતો. તેમ સમતા–સામાયિકના અભ્યાસી ભવ્યાત્માઓએ તેવા તેવા પ્રસંગે સમભાવ આદર.
સાર–એટલું તે સહુ સુજ્ઞ જને સમજી આદરી શકે કે એવા એવા ભારે સંકટ પ્રસંગે પણ આત્માનું પુરુષાતન ફેરવવાથી જ્યારે અણિશુદ્ધ સમભાવ સાચવી શકાય છે, તો પછી આપણને જ્યારે આપણું કટી થાય એવી કોઈ તક સાંપડે ત્યારે તેને લાભ પુરુષાતનથી લેવા તૈયાર રહેવું જોઈએ.
પહેલાં ભારે-કઠણ લાગતું કાર્ય અભ્યાસગે સહેલું થઈ જાય છે અને તથા પ્રકારની પાત્રતા-એગ્યતા વગર વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી, એ સાચું સમજી ઉક્ત પરમ પુરુષોના ઉદાર ચારિત્રને દિલમાં અવધારી (કતરી રાખી) સત્તારૂપે તેમના જેવા જ આપણા આત્મામાં એવી શક્તિ પ્રગટાવવા માટે જોઈતી ગ્યતા–પાત્રતા મેળવવા બનતે પ્રયત્ન કરે જોઈએ. સર્વથા રાગાદિક બંધનેથી મુક્તિ મેળવવા માટે જ જેમણે મહાવતે ધારણ કરેલાં છે તેવા નિર્ચથ–સાધુજનેને તે એ ધર્મ–આચાર સુપ્રસિદ્ધ જ છે કે–સર્વત્ર સદાય સમભાવ સાચવી રાખવો. જેમના મનમાં એ નિ:સ્પૃહભાવ હોય કે જેથી રાજા ને રંક, શ્રીમંત અને ગરીબ, તેમજ વિદ્વાન ને અભણ ઉપર સમભાવ વર્તે, કઈ નિંદા કરે કે સ્તુતિ કરે,