________________
[ ૧૯૦ ]
શ્રી પૂરવિજયજી નથી એટલું જ નહીં પણ આપબડાઈ ને પરનિંદાના ઢાળથી તેઓ બહુધા જ્યાં ત્યાં અપમાનપાત્ર થઈ, બહુ નીચી ગતિમાં ઉતરી જાય છે. એવી તદ્દન દયાજનક સ્થિતિમાં મૂકનાર એક શ્રેષમાત્રને પરિહાર કરી લેવાય તો કેવું સારું થાય?
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૪૧૪ ]
સમભાવ જ્યારે અમર્ષભર્યો કમઠ તાપસ કરીને મેઘમાળી દેવ થયે ત્યારે પૂર્વનું વૈર યાદ કરીને ધ્યાનસ્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુને પરાભવ કરવા તેણે ઘણા પ્રકારના ઉપસર્ગો કર્યા, છતાં પોતે તેમાં ન ફાવ્યું. છેવટે મૂશળધાર મેઘધારાથી તે વરસવા લાગે ને જોતજોતામાં જળપ્રવાહ વધતો જતો ઠેઠ પ્રભુના નાસા આવે ત્યારે ધરણેનું આસન કંપાયમાન થતાં તેણે અવધિ પ્રયુંજી જોયું તે પ્રભુને ઘેર ઉપસર્ગ થયેલો જાણે તત્કાળ નિવારવા તે પ્રભુ પાસે આવ્યું અને તેનું તરત નિવારણ કર્યું. એવે પ્રસંગે સ્વસ્વઉચિત કાર્ય કરતા કમઠ અને ધરણેન્દ્ર બંને ઉપર પ્રભુ પિતે સમભાવી હતા. ધરણેન્દ્ર ઉપર રાગ અને કમઠ ઉપર દ્વેષ રહિત જ રહ્યા હતા, તેમ સમતાસામાયિકના અભ્યાસી ભવ્યાત્માઓએ રહેવું જોઈએ.
એકદા ચંડકૌશિક સપને પ્રતિબોધવા ગયેલા અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને નિશ્ચળ રહેલા વીરપ્રભુને તે દષ્ટિવિષ સપે દષ્ટિવાળા વમી વમીને મૃત્યુ પમાડવા બહુ બહુ પ્રયત્ન કર્યા છતાં તેનું કશું ન ચાલ્યું ત્યારે છેવટે પ્રભુના પગે કરડી તે દૂર ભાગતું હતું, એવા હેતુથી કે રખે પ્રભુના પડવાથી પોતે
બહુ પ્રયત્ન ક
ત્યારે છેવટે
તે હેતે, એ