________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૯ ] શકશો. તમે ગમે તેવી આકરી કરશું કરતા હશે પરંતુ એક ષ દેષને સેવતા હશે તો તે સઘળી કઠણ કરણી ભવદુઃખહરણ થવાને બદલે ભવદુઃખને વધારનારી થશે. એ દેષને નહીં તજવાથી ધણ્યું સેનું ધૂળ મળશે અને જગતમાં ઊલટી હાંસી થશે કે ઉક્ત દોષ-વિકારથી બધો ઘાણ બગડ્યો. નિર્ગુણ ગુણહીનને તે ગુણની સમજ-કદર જ હોઈ ન શકે તેથી તેની વાત જવા દઈએ; પરંતુ જેનામાં તપજપ–સંયમ સંબંધી ક્રિયા હૈયાત હોય અને તેમાં વધારો ઈચ્છતા હોય છતાં બીજામાં રહેલાને વૃદ્ધિ પામતા સદ્દગુણોને દેખી, સહન કરી ન શકવાથી ઈર્ષ્યા–અદેખાઈ એ તેના છતા પ્રગટ ગુણેને અ૫લાપ કરી તેની લઘુતા અને પોતાની ગુરૂતા બતાવવા જે નીચે પ્રયત્ન કરવામાં આવે તો તે ખરેપર ભારે શોચનીય ને નિંદાપાત્ર જ લેખાય. ગુણ-દ્વેષ નિંદામાં ઉતરી, નીચ શેત્રકર્મ બાંધી તેને ખરેખર અનેક નીચ એનિઓ મધ્યે બહુ ભવભ્રમણ કરવું પડે છે, એમ સમજી તેથી થતા મહાઅશુભ વિપાકનું સદાદિત સ્મરણ રાખી ભવદુઃખને અંત કરવા માટે જે મહાશયે સર્વોક્ત અહિંસા, સંયમ ને તપલક્ષણ ધર્મનું શુદ્ધ નિષ્ઠાથી જાતે સેવન કરે છે, સેવન કરનારને તન-મનથી બનતી સહાય કરે છે અને તેની શુદ્ધ સાત્વિક કરણનું અનુમોદન કરે છે એવા સત્વશાળી ગુણુઓ માટે કહે છે કે – આપ ગુણીને વળી ગુણરાગી, જગમાંહી એહની કીરતિ ગાજી
એવા સત્ત્વશાળી મહાશયે જ ગુણમાં વૃદ્ધિ પામવા સાથે જગતમાં પણ બધે પ્રશંસા પામે છે. એથી અવળાં આચરણવાળાં રાજસી ને તામસી વૃત્તિવાળા છ ઊંચે આવી શકતા