________________
[ ૧૭ ]
શ્રી કરવિજયછે વિષયસુખની મધલાળ” તે બાપડા તજી શકતા નથી, જેથી પરિણામે તેઓ ભારે દુઃખના ભાગી થાય છે. જ્ઞાની પુરુષે કહે છે કે-રસમૂત્રાશ્ય થાઇશ એટલે અનેક તરેહના વિકારે કેવળ રસગૃદ્ધિ-વિષયલોલુપતાથી જ થવા પામે છે. તે વાતની ખાત્રી કરી આપવાની ભાગ્યે જ જરૂર રહે છે, કેમકે આ ઘણે ભાગે સહુના અનુભવનો વિષય બની રહેલ છે. આખી દુનિયા એમાં મૂંઝાઈ રહેલ છે. કેઈક વિરલા સદભાગી જને જ તેથી બચી શકે છે. તેઓ જ અનુપમ અતીન્દ્રિય–આત્મિક સુખને સાક્ષાત અનુભવ કરી શકે છે. સાકરને મીઠી કહેવા માત્રથી તેને રસાસ્વાદ મળી શકતું નથી, તે તે મોઢામાં જીભ ઉપર મૂકવાથી જ મળી શકે છે તેમ ખરું કે આત્મિક સુખ તે ઈન્દ્રિયપરાધીનતા અને રસલુપતા તજી, સંતોષવૃત્તિ આદરી તન્હામૃતનું પાન કરવાથી જ સાંપડી શકે છે.
મેહ અને અજ્ઞાનવશ વિવિધ વિષયને આધીન બની, ક્ષણિક ને તુચ્છ સુખમાં મૂંઝાઈ મુગ્ધજને ખરા આત્મિક સુખથી બનશીબ જ રહે છે. એ કલિપત તુચ્છ સુખને તજવાથી જ સાચું સુખ મળી શકે છે. ઈદ્રિ તે ઈદ્ર એટલે આત્માની દાસીઓ છે. ઈન્દ્ર-આત્મા સમજે તે ડહાપણથી તેમને સદુપગ જ કરે. કલ્યાણના માર્ગમાં તેમને જી, તેમની મદદથી અધિક સુકૃત કમાણ કરી, પોતે અધિકાધિક સુખી થઈ શકે. મુગ્ધ-અજ્ઞાન ભાઈબહેને ચક્ષુ વિગેરે ઇન્દ્રિયને દુરુપયેગ-ગેરઉપયોગ કરી, કેવળ પાપના જ ભાગી થઈ પરિ ણામે દુ:ખ તેમજ દુર્ગતિને પામે છે. ત્યારે સુજ્ઞ-શાણા ભાઈબહેને તો દરેક ઇંદ્રિયને સમજપૂર્વક બને તેટલે સદુપયેગ કરી લેવા ઉજમાલ રહે છે. તેથી જ તેઓ પરિણામે સુખ