________________
લેખ સંગ્રહ : ૭ :
૧૭૭'] અને સદ્ગતિ પામી પ્રાંત અક્ષય તથા અવિનાશીમિ સુખના અધિકારી બને છે. મોક્ષસુખ એ જ ખરેખર અતીન્દ્રિય સ્વાભાવિક સુખ છે. તે તુચ્છ ઇંદ્રિયસુખની લાલસાને ત્યાગ કરવાથી અને આત્મિક સુખમાં રઢ લાગવાથી તેમજ પ્રબળ જ્ઞાન-ધ્યાનાદિક પુરુષાર્થયેગે જ મળી શકે છે. જીવ માત્ર સુખની ચાહના તે કરે છે અને પ્રત્યેક પ્રવૃત્તિ પણ સુખને અથે જ કરે છે, પણ ખરું સુખ કયું છે અને તે કેવી રીતે મળી શકે? તેનું યથાર્થ ભાન, મોહ અને અજ્ઞાનવશ આત્મા ભૂલી જવાથી ખોટે અવળે માર્ગે દેરવાઈ, દરેક ઇન્દ્રિયને દુરુપયેગ કરી, રાગ-દ્વેષાદિક દોષોથી ક્ષણેક્ષણે ખરડાઈ પરિણામે અત્યંત દુઃખી થાય છે.
[ ૨ ] ચપળ ઘોડા જેવી ઇંદ્રિયને લગામમાં નહીં રાખતાં જે મોકળી મૂકી હોય તો તે જીવને વિષમ-અવળે માગે ખેંચી જઈ દુર્ગતિના ખાડામાં નાખી દે છે એવું સમજનારા સુજ્ઞ ભાઈબહેને ચેતતા રહી તેમને લગામમાં રાખે છે, તેથી જ તેઓ તેને સદુપગ કરી સુખશાંતિ પામે છે. મુગ્ધ–મેહવિકળ ભાઈ–બહેને જ્યારે મનથી જ નકામાં આરૌદ્ર ધ્યાન ધરી, તંદુલીયા મચ્છની માફક મહાઅશુભ કર્મ બાંધી, મહામાઠી નરકાદિક ગતિમાં જાય છે ત્યારે સુજ્ઞતત્વરુચિ ભાઈબહેને ચપળ મન અને ઇન્દ્રિયોને કબજે રાખવા જ્ઞાન-ધ્યાનાદિક શુભ આલંબનનું સતત સેવન કરી, સલસા, ચંદનબાળા અને સીતા જેવી ઉત્તમ સતીઓની જેમ ભારે સુકૃત કમાણી કરી સદગતિ અને મેક્ષ પામે છે. બધી ઇન્દ્રિમાં રસના
૧૨