________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી
છે, તેમજ કેટલાક કેવળ પ્રમાદવશ બહુ જ માડુ-અસુરુ' કરવાથી ઊંધે છે કે જેમ તેમ લખડધકે પૂરું કરે છે, એ રીત મુખ્યપણે પસંદ કરવા જેવી નથી.
રાઇ પ્રતિક્રમણ પણ યથેચ્છ બહુ વહેલા અંધારે કરવાની રૂઢી ઠીક નથી. હા ફાટે ત્યારે પ્રભાતસમયે શાંતિથી ઉપયાગપૂર્વક વિધિસર પ્રમાદ રહિત તે કરવું ઘટે. સહુ સાધુઓએ દેવસી પ્રતિક્રમણની પેઠે ગુરુ સન્મુખ મડળીરૂપે ગેાઠવાઇ જઇ રાઇ પ્રતિક્રમણ એવા ધીમા સાદે કરવુ' કે મડળીમાં બેઠેલ એકલક્ષપૂર્વક સાંભળી શકે. એમાં ગાઢાળા વાળવારૂપ આજકાલ ચાલતા સ્વેચ્છાચાર હિતકારક નહીં હાવાથી ઇચ્છવાજોગ નથી. રાઇ પ્રતિક્રમણુ કરી રહ્યા પછી સાધુ-સાધ્વીએ પડિલેહણાના આદેશ માગી ગુરુમહારાજની ઉપધિ વિધિપૂર્વક પડિલેહ્યા પછી પેાતાની ઉપધિ પડિલેહવી. સૂર્યોદય વખતે છેલ્લી ડાંડાની પાંડલેણા કરવી. ત્યારબાદ વસતિને પ્રમા, ઇરિયાવહિયાપૂર્વક સ્વાધ્યાય કરવા પ્રવર્તવું. સાર્થકતા શી રીતે ?
પ્રીતિપૂર્વક પ્રતિક્રમણુ કરનારનું જીવન દિવ્ય મનવુ જોઇએ. જેમ મંત્રના પ્રત્યેાગથી ચઢેલુ' વિષ ઉતરી જાય છે તેમ શ્રદ્ધાપૂર્વક ઉપયોગ સહિત કરેલ પ્રતિક્રમણથી રાગ, દ્વેષ ને મેાહનું ભાવિવષ ઉતરી જવુ જોઈએ, પણ અત્યારે તથાવિધ શ્રદ્ધા ને વૈરાગ્યથી હેતુ અર્થના લક્ષ સહિત પ્રતિક્રમણ કરનાર ભાગ્યેજ જોવાય છે. બહુધા ગાડરીયા પ્રવાહે હેતુ અર્થના ઉપયાગ વગર ઈચ્છા મુજબ સાધુએ કે ગૃહસ્થા ફક્ત સૂત્રા ભણી જાય છે, તેમાં સૂત્રશુદ્ધિના ઉપયાગ પણ અલ્પ જ હાય છે. એક જણુ · પ્રતિક્રમણ ભણાવે છે એટલે બીજા