________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭૯ ] ભાઈ બહેને આત્મનિગ્રહરૂપ સંયમવડે તે દરેક ઇંદ્રિયને સદુપયોગ કરવા ભૂલતા નથી તેઓ અનેક અનર્થોથી બચી જઈ, આલેક તેમજ પરલોકનાં સહજ સ્વાભાવિક સુખ-શાંતિરૂપ પારમાર્થિક ફળ મેળવી શકે છે. વીતરાગ પરમાત્માની તથા સંત-સાધુજનની શાંતમુદ્રાના દર્શનને ચક્ષુને સફળ કરી શકાય છે, શ્રવણ ઈદ્રિયને જિનવચનામૃતના શ્રવણવડે પવિત્ર કરાય છે, પૂજ્ય ગુણ જનોના ગુણગાનવડે જીભને, તેમની સેવા-ભક્તિવડે કાયાને, તેમની પવિત્ર આજ્ઞાનું વહન કરવા વડે મસ્તકને, તેમના પ્રત્યે પ્રેમ-બહુમાન ધરવાવડે હૃદયને અને તેમના સદ્દગુણેનું સતત ચિંતવન કરવાવડે અને કદાપિ નહીં વિસારવાવડે મનને પવિત્ર કરી શકાય છે. આવા સદાચરણ સેવવાથી પૂર્વે સ્વછંદતા એગે કરેલાં પાપ-મળનું પ્રક્ષાલન થતાં આત્મા શુદ્ધ-નિર્મળ બને છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૩૩૫ ]
દેહ, મન અને ઇંદ્રિયદમનથી થતાં અનેક લાભ
૧. શુદ્ધ હવા, પાણી અને અન્ન લેવા સાથે સ્વરોગ્ય ટકાવી રાખવા માટે સૌ કોઈને પોતાને ફાવે તેવી એટલે બની શકે તેવી જાતમહેનત કરીને કે જરૂરી પ્રસંગે પગે ચાલીને શરીર કસવાની ભારે જરૂર છે.
૨. ઘણા દિવસો સુધી અંગકસરત કર્યા વગર કદાચ ચાલે, શરીર નભી શકે ખરું, પણ નિરોગી રહી શકાતું નથી. તેથી જ આરોગ્ય સાચવવા માટે પ્રકૃતિને માફક આવે એવી ગમે તે જાતની અંગમહેનતની ખાસ આવશ્યક્તા રહે