________________
[ ૧૭૪ ]
શ્રી કપૂરવિજયજી
વ્રતાની ભારે જરૂર હાય જ એમાં આશ્ચર્ય જેવુ લાગવુ. ન જોઈએ. આપણે અલ્પ શ્રમે અક્ષય સુખ મળે એવુ ઇચ્છીએ અને મનને જ્યાં ત્યાં દોડાવ્યા કરીએ, વાચા અને કાચા ઉપર કામૂ ન રાખીએ ને સર્વને સ્વેચ્છા મુજબ જેમ ફાવે તેમ છૂટા કરવા દઈએ તેા ઇચ્છિત સુખરૂપ ફળ ન જ મેળવી શકીએ એ તદ્દન સ્પષ્ટ છે. આપણે પ્રભુદર્શન-પૂજન ને સ્તવનભક્તિ પ્રમુખ આપમતે સુલભ માની લીધા છે, પણ બધાં એવા સુલભ નથી. વસ્તુત: તે બધાય દુલ ભ છે; પરન્તુ પ્રભુની કૃપાથી કહેા કે તથાપ્રકારના સાચા ઉદ્યમથી-મન, વચન કે કાયાની એકાગ્રતાથી તે સુલભ થઇ શકે તેવાં છે ખરાં. એટલેા ય ઉદ્યમ ખરી દિશામાં કરી ન જ શકાય તેા એ બધાં યે દુર્લભ જ છે ને દુર્લભ જ રહેવાના.
એ
સંસારમાં લેાભાવી રાખનાર પાંચે ઇંદ્રિયાના વિષયે તરફ ખાસ વૈરાગ્ય આવ્યા વગર મન-વચન-કાયાની અસ્થિરતા– ચંચળતા મટે નહીં અને અક્ષય સુખસાધક ભક્તિપ્રમુખ ગમે તે કલ્યાણયેાગ સાધતાં જેવી એકાગ્રતા જોઈએ તેવી આવી શકે નહીં. હવે આપણે આપણી વમાન સ્થિતિનું અવલેાકન કરી જોઇએ તા આપણુને જણાશે ને પ્રતીત થશે કે કાઇ પણ ધર્મકરણીમાં આપણે એકાગ્રતા પામી શકતા નથી. અને તેથી જ તેને ધર્મ-કરણી કરતાં જે રસાસ્વાદ ( અનુભવ ) મળવા જોઇએ તે આપણે મેળવી શકતા નથી. • પ્રીતિ અનતી પર થકી, જે તારું હા તે જોડે એહ ' એ વચનાનુસારે વિચારતાં અને પેાતાનામાં સરખાવી જોતાં દેહાર્દિક જડ વસ્તુઓ ઉપર જીવને અનાદિ કાળથી જે અનંત–અમાપ પ્રીતિ-મૂર્છા-મમતા વતે છે તેનું