________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭૩ ]
વડે ત્રિભુવનને પૂરતા ( વિશ્વત્રયને પાવન-પ્રસન્ન કરતા ) તેમજ પરના લેશમાત્ર ગુણને ( પેાતાની સૂક્ષ્મ દૃષ્ટિવડે ) પર્વત સમાન વિશાળ દેખી–લેખીને પેાતાના દિલમાં ખુશી ખુશી થતાં કેાઈ વિરલ સ ંતપુરુષા પૃથ્વી પર વિચરતા હાય છે. તેમને અમારા કૅટિશ: નમસ્કાર હા !
૭. મન-ઇંદ્રિયના જય, ક્રોધાદિક કષાયનેા નિગ્રહ, હિ ંસાદિક પાપના ત્યાગ અને મન, વચન તથા કાયાની શુદ્ધિ કરવાથી જ સંયમ સધાય છે.
[ જૈ. . પ્ર. પુ. ૩૮, પૃ. ૧૭૪]
એકાગ્રતાની આવશ્યકતા
જ્ઞાનયેાગ કરતાં ભક્તિયોગ સરલ ને સુખદાયી લેખાય છે; તેથી તેના તરફ ભવ્યજના કલ્યાણાર્થે સહેજે આકર્ષાય છે. સરલ ને સુખદાયી માર્ગ કાણુ સચરવા મન ન કરે? જ્ઞાનચેગ પ્રાપ્ત કરતાં ભારે પરિશ્રમ ઉઠાવવા પડે છે, તેમ છતાં તે વડે મદ થવાનેા સંભવ રહે છે; ભક્તિયેાગમાં વિનય-નમ્રતા જ પ્રધાન હાવાથી મને અવકાશ નથી, તેથી તે મદને ગાળી ખાળી શકાય છે. એથી જ તેની સરલતા ને સુખદાયિતા લેખી શકાય છે, એમ છતાં ભક્તિપ્રમુખ ધર્મકરણીમાં એકાગ્રતાએકતાનતાની પૂરેપૂરી જરૂર હાય છે. તે વગર એવા કાઈ ચૈાગ સિદ્ધ થઈ શકતા નથી અને તેનું ખરું ફળ ને રસા સ્વાદ પ્રાપ્ત થઈ શકતાં નથી. એક સામાન્ય હિસાખ ગણતાં પણ જો એકાગ્રતા ન હૈાય તે તેમાં સ્ખલના થાય છે, તે પછી અક્ષય સુખ-સાધક ભક્તિ પ્રમુખ ધર્મ કરણી કરતાં એકા