________________
લેખ સંગ્રહ : ૭ .
[ ૧૭૧ ] પાપ-પુન્યરૂપ ઉપાધિ સંબંધથી આત્મા પણ રાગ-દ્વેષ પરિણામને પામે છે. ફૂલરૂપ ઉપાધિ સંબંધ દૂર થતાં જેમ ફટિક રત્ન તેના મૂળ રૂપમાં પ્રકાશે છે તેમ પુન્ય–પાપરૂપ ઉપાધિ સંબંધ તથા પ્રકારના વિવેકભર્યા સદુદ્યમવડે દૂર થતાં આત્મા રાગદ્વેષના પરિણામ રહિત શુદ્ધ વીતરાગ-નિષ્કષાયદશાને સ્વભાવે જ પામે છે. એ વીતરાગ દશામાં જે અનુપમ સુખ રહ્યું છે તે સુખને સરખાવવાનું સાધન દુનિયામાં કયાંય નથી. એવું અક્ષય, અનંત, અનુપમ સુખ પ્રગટાવવા વિવેકભર્યો સદુઘમની જરૂર છે. તેના અનેક-અસંખ્ય સાધન છે. તે સહુ વ્યવહાર ધર્મના નામે ઓળખાય છે. અધિકાર પરત્વે આદરનારને તે સહુ સુખદાયક બને છે અને અંતે અક્ષયઅવિનાશી પદ સાથે જોડી આપે છે, તેથી જ ધર્મની વ્યવહાર–સામાન્ય વ્યાખ્યા જ એવી કરવામાં આવે છે કે-દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિ સાથે જોડી આપે તે ધર્મ. તે ગૃહસ્થ એગ્ય હોય કે ત્યાગી સાધુ યેગ્ય હેય. ધર્મના પરિ. પાલનથી આત્માની ઉત્તરોત્તર ઉન્નતિ જ થવા પામે છે, પરંતુ અત્યારે પાત્રતા જાળવી રાખવાની જ દરકાર બહુ ઓછી કરવામાં આવે છે. ધર્મસર્વસ્વ પ્રકરણમાં તેમજ અન્ય કઈક સદ્ગમાં તેવી પાત્રતા મેળવવા ખૂબ પ્રયત્ન કરવા ભાર દઈને કહ્યું છે, તે વાંચી, સાંભળી-વિચારી, ખૂબ મનન કરી, આપણું ન્યૂનતા દૂર કરવા ખૂબ મથવું જોઈએ. તે સિવાય તે બધા ફેફા ખાંડવા જેવો બહારને ડેળ જાણ, વસ્ત્રને શુદ્ધ કર્યા વગર તેને રંગ ક્યાંથી બેસે? અને ભીંતને મઠારી સાફ કર્યા વગર તેમાં ચિત્ર કયાંથી ખીલે ? તેમ પાત્રતા–ગ્યતાલાયકાત મેળવ્યા વગર ચિંતામણિ રત્ન સદશ ધર્મ કયાંથી