________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૦૧ ] કાયર બની તેને તજી દે છે, જ્યારે ખરા દક્ષ-ડાહ્યાચકેરે જો સમજપૂર્વક ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને, ગમે તેવાં વિન– ઉપ આવી પડે તે પણ અંત સુધી ખંડિત થવા દેતા નથી. બહાદુરીથી તેને નિર્વાહ કરે છે. પ્રથમ જ તપાસે કે તમે જે સત્કાર્ય કરવા સંકલ્પ–દઢ નિશ્ચય કર્યો છે તે ડહાપણભર્યો છે કે નહીં ? અને જે તે સંક૯૫ ડહાપણભર્યો જ હોય તે ગમે તેવાં વિદન ઉપસ્થિત થાય તે પણ તેમાંથી લેશમાત્ર ડગશે નહીં–ચલાયમાન થશે નહીં–તેમાં પૂરેપૂરા અડગ જ રહેજે. હૈર્યપૂર્વક ખંત-ઉદ્યમ જારી રાખવાથી ગમે તેવાં દુષ્કર કાર્યો પણ સુખે સાધી શકાય છે. “ચાકરી વગર ભાખરી નથી. ઉદ્યમ કર્યા વગર ફળ મળવાનું નથી. જેવું વાવશે એવું લણશે. જેવું મન ઘાલશે તેવું કમાશે. આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. જાત-મહેનત ઉપર જ વિશ્વાસ રાખે. સ્વાશ્રયી બનો. બીજાના ઉપર વિશ્વાસ રાખી બેસી આળસને વધારશે નહીં. ”
નિયમિત કાર્ય કરવાની ટેવથી બહુ સરળતા–અનુકૂળતા થવા પામે છે, તેથી તમારા.દરેક કાર્યમાં બને તેટલા નિયમિત થઈ રહેવા પ્રયત્ન કરો. સરળતાથી સારી રીતે કાર્ય કરવા જેવી બીજી કેઈ સરસ પદ્ધતિ નથી. નિયમિત કામ કરનારાઓ ગમે તેટલાં કામ પ્રસન્નભાવે કરી શકે છે અને અનિયમિત કામ કરનાર એકાદ કામ કરવામાં પણ નાસીપાસ થઈ જાય છે.
લક્ષપૂર્વક નિયમિત કામ કર્યા પછી તન-મનને જે ૧૧.