________________
[ ૧૬૨ ]
શ્રી કરવિજયજી વિશ્રાન્તિ મળે છે તેમાં જ ખરી મીઠાશ આવે છે, કેમકે તેથી આત્મ-સંતેષ પ્રાપ્ત થાય છે-ચિત્ત પ્રસન્ન થાય છે. અનિયમિતપણે કામ કરનારને આત્મસંતોષને બદલે બહુધા બળાપ થયા કરે છે, એટલે તેનું ચિત્ત અપ્રસન્ન અને ઉદાસ રહે છે. આ નિયમિત કામ કરનારને નિજ કાર્યશક્તિમાં શ્રદ્ધા બની બની રહે છે, તેથી તે ધાર્યું કામ ઉત્સાહપૂર્વક સારી રીતે બજાવી શકે છે, તેનાથી તદ્દન ઊલટું અનિયમિત કામ કરનાર આળસુ બને છે. આ વાત સ્વાનુભવસિદ્ધ, દીવા જેવી અને સ્પષ્ટ સમજી શકાય એવી છે.
કઈ પણ અગત્યના કામ કરવા ઈચ્છનારે પ્રથમ પહેલાં તેવી ગ્યતા મેળવવા મથવું જોઈએ (First deserve & then desire). ગ્યતા મેળવી લેવાય તે કાર્ય-સિદ્ધિ સુલભ થવા પામે એ નિર્વિવાદ સિદ્ધ છે. કારણ વગર કાર્યની સિદ્ધિ થઈ શકે જ કેમ ? માટે જ કહેવામાં આવે છે Try, try and try : ઊંઘમ કરે, ઉદ્યમ કરે, ઉધમ કરે. ઉદ્યમ કરવાવડે જ અંતરાય તૂટશે. ઉદ્યમ કર્યા છતાં તત્કાળ ફળપ્રાપ્તિ-કાર્યસિદ્ધિ થવા ન પામે તે તેથી નિરુત્સાહ થઈ જવું નહીં. ધીરજ ધરીને ફળપ્રાપ્તિ કરવી. સિદ્ધિ થતાં સુધી અડગ ઉત્સાહથી ઉદ્યમ કરી આગળ ને આગળ વધતા જવું; એટલે અંતે ફળપ્રાપ્તિ-કાર્યસિદ્ધિ પણ અવશ્ય થશે જ. ઉદ્યમ સાથે નશીબ યારી આપે છે તે તત્કાળ પણ ફળ-પ્રાપ્તિ થઈ શકે છે. સતત ઉદ્યમ કર્યા છતાં ફળ ન મળે તે જ દેવને દોષ દે, તે પહેલાં દેવને કે કાળને દેષ દઈ નિરુદ્યમી બની બેસવું નહિ. ગંભીર અને મહત્વનાં કામ બહુ