________________
[ ૧૬૪]
શ્રી કરવિજયજી દેખી શકાય છે. એટલી ચામડી કેશરથી જ કાળી ન પડતી હાય તે બીજા શા કારણથી કાળી (દગ્ધ જેવી થઈ પડેલી) જણાય છે તેને વિચાર કરે ઘટે. જે ખૂદ કેશરમાં તેવી ગરમી કરવાનો સ્વભાવ માનવા મન ના કબૂલ થતું હોય તો તે કેશરમાં તેજાબ જેવી કેઈ તીણ ગરમ અને અનિષ્ટ વસ્તુનું મિશ્રણ થતું કે થયેલું તે વગર આનાકાનીએ માનવું જ પડશે. - ૨. પ્રભુની પ્રતિમાને અંગે સોના-રૂપાદિક ધાતુના ચાંદલા ચડવાનો રિવાજ થોડાંક વર્ષોથી જ પ્રચલિત થયેલે સુપ્રસિદ્ધ છે, તેમજ કેટલેક સ્થળે પહેલી પૂજા કર્યા બાદ તરત જ ચાંદીનું ખેલું ચડાવી દેવાને રિવાજ શરૂ થયેલ જોવાય છે. તેથી સમજી શકાય છે કે–જોતજોતામાં ગમે તેવું કેશર વધારે પ્રમાણમાં પૂજા પ્રસંગે વાપરવાનું શરૂ થયું ત્યારે જ એ બધી ઉપાધિ આદરવી પડી છે. પ્રભુના અંગે વિલેપન-પૂજા કરવાથી જે આત્મસંતોષ થાય તે કેવળ ચાંદલો કે ખેળા ઉપર જ કરવાથી થઈ શકે ખરે? તેમ છતાં તે બધું લગભગ ફરજીયાત થઈ ગયું છે.
૩. જુલ્મી ને ધર્માધ રાજાઓના વખતમાં ભય કે ત્રાસથી કંટાળીને સેંકડો ગામે જિનબિંબ ભૂમિમાં પધરાવી દેવામાં આવેલા. અત્યારે જ્યારે તે જિનબિંબ પ્રગટ થાય છે ત્યારે તેમાંનાં કઈ પ્રભુના અંગે તેવા ધાતુના ચાંદલા કે ખેળા ચઢાવેલા જોવા-જાણવામાં અદ્યાપિ આવ્યા કે આવતા નથી. તે શું સૂચવે છે? તેને સહુથી સજજને એ વિચાર કરવો ઘટે.
૪. કોઈપણ ભૂમિમાંથી પ્રગટ થતાં જિનબિંબાદિકના અંગે મૂળ સ્વાભાવિક આકૃતિ ઉપરાંત ધાતુનિષ્પન્ન શ્રીવત્સ પ્રમુખ ચેડેલાં જોવા-જાણવામાં આવેલ છે ?