________________
[ ૧૫૨ ]
શ્રી કરવિજયજી કરવું છાજે. જેનામાં અધિક વીર્યસામર્થ્ય હોય તે શુદ્ધ પ્રેમભાવથી પિતાના સ્વધમી જનેને એગ્ય શક્તિ ધીરીને તેમને સચેત–જાગૃત કરે, ખરા શાસનપ્રેમી જને સ્વાર્થોધ ન જ બને. તેઓ તે બને તેટલી નિસ્વાર્થપણે શાસનસેવા કરીને જ સંતોષ માને. એવા શુદ્ધ શાસન પ્રેમી સજજનોની બલિહારી છે. કેવળ સ્વાર્થોધ શાસનદ્રોહી જ તે ભૂમિને ભારભૂત જ બની બધી શુભ સામગ્રીને એળે ગુમાવી દે છે.
૩. સર્વને આપણા આત્મા સમાન લેખી, અનુકૂળ આવરણથી સંતોષવા, સ્વાર્થી બની પ્રતિકૂળ આચરણથી કેઈને પરિતાપ ઉપજાવે નહીં.
૪. આપણાથી અધિક સુખી ને સદગુણ જનેને દેખી દિલમાં રાજી થવું, લેશમાત્ર ખેદ પામ નહીં. આપણે પણ સુખી તેમજ સદ્દગુણી બનવા બનતા પ્રયત્ન કરે. આપણામાં જડ ઘાલી બેઠેલી અનેક પ્રકારની કુટેવો છેડયે જ છૂટકે છે.
૫. બીજાના અવગુણ સામું નહીં જોતાં કેવળ ગુણ સામે જ દષ્ટિ રાખવામાં હિત છે.
૬. આપણા વિચાર, વાણી અને આચારને જેમ બને તેમ શુદ્ધ-નિર્દોષ બનાવવા.
૭. મન, ઇંદ્રિય અને પાપગને નિગ્રહ કરી સાવધાનપણે સ્વપરહિત સાધી લેવું.
[ જે. ધ. પ્ર. પુ ૩૮, પૃ. ૪૩ ]