________________
લેખ સંગ્રહ : ૭ :
" [૫૭] - જે ખરા વૈદની પ્રાપ્તિ થાય અને તેના વચનાનુસારે વર્ત વામાં આવે તે વ્યાધિને જદી અંત આવે છે, તેમ જે ખરા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ થાય તે રાગ-દ્વેષાદિક દુષ્ટ વિકાર ટળી જઈ, આત્માની શાન્તિ ઘણું જ સુગમતાથી અને સહજમાં થાય છે.
તપ–સંયમાદિક ક્રિયા કરવામાં તત્પર એટલે અપ્રમાદી થવું. પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૮૪
આ સર્વસાધારણ વ્યવહારુ હિતશિક્ષા.
સહુ મન સુખ વંછે, દુખને કે ન વ છે, નહિં ધરમ વિના તે, સૌખ્ય એ સંપજે છે; ઈહ સુધરમ પામી, કાં પ્રમાદે ગમીજે?, અતિ આળસ તજીને, ઉદ્યમ ધર્મ કીજે. ૧ ઈહ દિવસ ગયા છે, તેહ પાછા ન આવે, ધરમ સમય આળે, કાં પ્રમાદે ગમાવે; ધરમ નવિ કરે જે, આય આજે વહાવે,
શશિ નૃપતિ પરે તે, શાચ ના અંત પાવે. ૨ ભાવાર્થ–જગતમાં સહુ કેઈ સુખની જ વાંછના કરે છે, કઈ પણ દુઃખની વાંછના કરતા નથી. સહુને સુખમય જીવન જ જીવવું હાલું લાગે છે, પરંતુ એવું સુખ, દયા, દાન અને દમ(સંયમ)રૂપ ધર્મસેવનવડે જ પ્રાપ્ત થઈ શકે છે. અને એ ઉત્તમ ધર્મ સાધી લેવાની ઉમદા–અમૂલ્ય તક આ માનવ દેહમાં જ પામી શકાય છે, છતાં પ્રમાદવશ પડી, સ્વચ્છંદતા આદરી, મળેલી દુર્લભ તકને કેમ ફેગટ ગુમાવી