________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૧ ] ચુંથણાં ચુંથવામાં અમૂલ્ય અવસર વીતાવો ન જોઈએ. આપણે સહુ સુખને જ ચાહીએ છીએ ખરા, પરંતુ સુખપ્રાપ્તિને ખરે માર્ગ આદરવામાં કેટલી ઢીલ–ઉપેક્ષા કરીએ છીએ ? પૂર્વના સરવશાલી જીવ ભલે થોડું જ કરતા તે પણ દ્રઢ ટેકથી જે કંઈ હિતરૂપ આદરતા તેને પાર પાડતા. આજ આપણે લોભવશ ઘણું કરવા મથીએ છીએ પણ પ્રમાણમાં સારું, હિતરૂપ બહુ જ થોડું કરી શકીએ છીએ. પૂર્વનાં જીનાં આયુષ્ય મોટાં હતા અને તેમ છતાં તેઓ કરેલી પ્રતિજ્ઞાને ઠેઠ સુધી નિભાવતા. અત્યારે આઉખાં ટૂંકાં છે છતાં ઠેઠ સુધી બરાબર ટેક જાળવી શકાતી નથી. કંઈક સહજ અડચણ નડતાં ડગી જવાય છે. હિત સાધવા ઈચ્છનાર ભાઈ–બહેનેએ તે એમ કરવું પાલવે જ નહીં. ખરું સુખ મેળવવાને માર્ગ વિકટ છતાં સતત અભ્યાસ અને વૈરાગ્યમે સુલભ થાય છે. નીચે જણાવેલી હિતકર બાબતેને રુચિપૂર્વક સર્વેએ આદરવી જોઈએ.
૧. સારી ખેડ કરવા ઈચ્છો ખેડુત જેમ પહેલાં ક્ષેત્રમાંથી નકામાં જાળાં-ઝાંખરાં કાઢી નાંખી, જમીનને સાફ-ચોકખી કરી નાખે છે તેમ આપણુ અંત:કરણમાં મુસ્કળપણે જે જે દે-પા૫ પ્રવૃત્તિઓ પેદા થયેલ હોય તે સર્વને કાઢી નિર્મળ કરવા પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. . . - ૨. આપણું હૃદયભૂમિને ખેડી એવી સાફ-ચાખી–શુદ્ધ બનાવી લેવી જોઈએ કે તેમાં વિનય, વિવેક, દયા, ક્ષમા, સરલતા, સંતેષાદિક સદ્દગુણરૂપી સબીજની વાવણું સહેજે થોડી મહેનતે ખીલી નીકળી અનંત લાભ આપી શકે. આળસપ્રમાદ તજી, સાચે અવંચક પ્રયત્ન કરવાથી જ એવું ઉત્તમ પરિણામ નિપજાવી શકાય. સાચા મહાવીર સંતાનને એમ જ