________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૯ ] સિદ્ધચક્રના નામથી ઓળખવામાં આવે છે. યથાવિધિ આર્ય બિલ તપ કરી, મન, વચન અને કાયાની શુદ્ધિ રાખવાથી મયણસુંદરી અને શ્રીપાળની માફક એનું આરાધન કરી શકાય છે. દરેક આશે અને ચૈત્ર શુદિ સાતમથી પૂનમ સુધી નવ દિવસ નવનવ આયંબિલ સાડાચાર વર્ષ સુધી કરતાં એ તપ–વિધિ પૂરો થાય છે. એ તપનો મહિમા જગજાહેર છે. ગમે તેવા કઢાદિક રેગોને ટાળનાર તથા વિજ્ઞમાત્રને દૂર કરી સુખશાંતિ આપનાર એ તપ આબાળગોપાળ સર્વને કરવા લાયક છે. જે પૂર્ણભાવ-ઉત્સાહથી એનું સેવન કરાય તે ચિંતામણિરત્ન, કામકુંભ, કલ્પવેલી અને કામધેનુની પેઠે તે અપૂર્વ લાભ આપે છે. ઇઢિયે અને મનનું દમન કરી શુદ્ધ પરિણામે તેનું આરાધન કરાય છે, ઘણે ભાગે ગમે ત્યાં વસતા જેને (સાધુઓ તેમજ ગૃહસ્થ) તેનું સદભાવથી સેવન કરે છે. શ્રીપાળ ચરિત્ર કે રાસાદિકમાં તેનું વિશેષ વર્ણન કરેલું હેઈ ખાસ તેવા પ્રસંગે તેનું શ્રવણ, મનન અને પરિશીલન કરવામાં અધિક આદર થતે જોવામાં આવે છે. સુખશીલ જને પણ પૂર્ણ પ્રેમ–ભક્તિભાવથી એને લાભ લેવા ઉમેદ રાખે છે. બાળ અને વૃદ્ધો પણ તેમાં ઉત્સાહભેર પ્રવૃત્તિ કરતા દેખાય છે. ફક્ત જડવાદથી રંગાયેલી આંગ્લ કેળવણુ પામેલા નવયુવાને ઘણે ભાગે આના અપૂર્વ લાભથી વંચિત રહે છે; કેમકે તેનું ઊંડું રહસ્ય જાણવા તેઓ બહુ જ ઓછી દરકાર રાખે છે.
ઉક્ત નવપદનું ઊંડું રહસ્ય સમજવા દરેક નવયુવાને અવશ્ય પ્રયત્ન કરવા ઘટે. તેના રહસ્યના જાણુ ગુરુજનની સેવાઉપાસના કરી એ નવપદમય સ્વાત્માને બરાબર પિછાણ