________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૩ ] ભગવાન મહાવીરનું તપ : - શ્રી સુધર્માસ્વામી કહે છે –
હે આયુશ્મન જબૂ! શ્રી મહાવીર ભગવાનની તપશર્યાનું વર્ણન મેં જેમ સાંભળ્યું છે તેમ તને કહી સંભળાવું છું. તે શ્રમણ ભગવાને ઉદ્યમવંત થઈ, સંસારનાં દુઃખ સમજી, પ્રવજ્યા લીધી અને તે જ દિવસે હેમંત ઋતુની ઠંડીમાં જ બહાર ચાલી નીકળ્યા. તે કડકડતી ઠંડીમાં વસ્ત્રથી શરીર ન ઢાંકવાને તેમને દઢ સંકલ્પ હતા અને જીવનપર્યત મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું.
અરણ્યમાં વિહરતા ભગવાનને નાના મોટા અનેક જંતુઓએ ચાર મહિના સુધી ઘણે ત્રાસ આપે અને એમના લોહીમાંસ ચૂસ્યા.
તેર મહિના સુધી ભગવાને વસ્ત્રને ખભા ઉપર જ રાખી મૂક્યું. પછી બીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તે છોડીને ભગવાન સંપૂર્ણ અચલક-વસ્ત્ર રહિત થયા.
વસ્ત્ર ન હોવા છતાં સખત ટાઢમાં તેઓ હાથ લાંબા રાખીને ધ્યાન ધરતા, ટાઢને કારણે કઈ દિવસ તેમણે હાથ બગલમાં ઘાલ્યા નથી. કોઈ કોઈ વાર શિયાળામાં તે છાયામાં જ બેસીને ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલે દિલે ઉભડક એસી ધ્યાન ધરતા.
તે વખતે શિશિર ઋતુમાં હિમા વા વાવાને લીધે અનેક લેકે તે કંપ્યા જ કરતા અને કેટલાક સાધુઓ એ વખતે હવાના ઉપદ્રવ વિનાનું સ્થાન શોધતા, કેટલાક કપડા વડે શરીર