________________
[ ૧૫૦ ]
શ્રી કરવિજયજી જોઈએ, એ આત્મામાં જ છપાઈ રહેલી અનંત જ્ઞાનાદિક
દ્ધિ–સમૃદ્ધિની યથાર્થ શ્રદ્ધા–પ્રતીતિ કરવી જોઈએ અને એ અનંત આત્મસંપત્તિને સ્વાધીન (પ્રગટ) કરવા પૂર્ણ ઉત્સાહથી સર્વજ્ઞ–વીતરાગ પ્રભુનાં વચનાનુસારે પુરુષાર્થયેગે સંયમચારિત્રનું યથાર્થ પાલન કરવું જોઈએ. ખરા (સ્વાભાવિક) સુખના અથી સહુને સદબુદ્ધિને ઉક્ત નવપદનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સેવન કરવા હદયબળ આપો.
[જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૭]
મહાવીર પ્રભુની યંતિ કેમ ઉજવાય ?
વહાલા શાસનપ્રેમી ભાઈઓ અને બહેનો! ઉપરનો પ્રશ્ન ભારે ગંભીર અને અર્થસૂચક છે, તેની તમે સહુ સરલ ભાવે તમારા અંત:કરણને જ પૂછી ખાત્રી કરશે, છતાં કોઈપણ ખરે પ્રભુભક્ત તેને ઉત્તર પૂછે તો તેને વળતું કહી શકાય કે
મહાવીર પ્રભુના એકાંત હિતકર વચનામૃત હૈયે ધરી યથા. શક્તિ પણ દઢતાથી તેમના પુણ્ય પગલે ચાલવાથી પ્રભુની જયંતિ ઉજવી શકાય, પછી ભલે તે ત્યાગી સાધુ સાધ્વી હોય કે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા હોય, તેમાંનાં દરેકે કાયરતા, બેટી દીનતા, ડરપોકતા તજી દઈને સત્વશાળી-પુરુષાતની બનવું જ જોઈએ. પોતપોતામાં રહેલી ખામીઓ-શિથિલતાઓ-પ્રમાદાદિક દૂર કરવા જાગૃત થવું જ જોઈએ. હવે આપણે નકામા વાયદા કર્યા કરી વખત ગાળ ન જ જોઈએ. જે ખરા હિતકર માર્ગે આપણું નિશ્ચિત હિત થવા ખાત્રી થાય તે માગે શંકા અને સંકોચ રાખ્યા વગર ચાલવું જોઈએ, નકામાં