________________
[ ૧૪૮ ]
શ્રી કરવિજયજી રાખવા સુપ્રયત્ન કર, ક્ષમા, સમતા, સહનશીલતા, મૃદુતાનમ્રતા, ઋજુતા-સરલતા અને સંતોષરૂપી અમોઘ ઉપાયવડે કોધાદિક કષાયોને દૂર કરવા, પ્રિય, પથ્ય અને સત્ય વાણીને જ પ્રયોગ કરદરેક ક્રિયા કરતાં જયણદયા માતાને ન જ વિસારવી, કેમકે જયણાવડે જ ધર્મની ઉત્પત્તિ, રક્ષા અને વૃદ્ધિ થવા પામે છે, તથા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિર્મમત્વ ભાવનું સેવન કરીને હિંસાદિક દુષ્ટ દેનું નિવારણ કરવું. આનું નામ જ સંયમ અથવા આત્મનિગ્રહ. આવા સંયમ અથવા આત્મનિગ્રહવડે વિષયતૃષ્ણ યા તુચ્છ કામનાઓ દૂર થાય છે, અને સંતેષવૃત્તિની વૃદ્ધિ થાય છે. તૃષ્ણાથી દુઃખની અને સંતોષથી સુખની વૃદ્ધિ થવા પામે છે. તુચ્છ કપિત ક્ષણિક વિષયસુખની ખાતર ખરું પુષ્કળ અખૂટ સુખ જતું કરવું ન ઘટે. તેમ છતાં મોહમુગ્ધ જને તેમ કરે છે. આ દરિયા જેવડી ગંભીર ભૂલ ખરા તત્વ(આત્મ જ્ઞાનવડે જ ભાંગે છે. તેવડે ખરા સુખની અને ખરા માર્ગની પ્રતીતિ થતાં સાચો માર્ગ પકડાય છે, જેથી અનુક્રમે દુઃખને અંત અને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સ્વછંદતાના ત્યાગથી સર્વસુખના મૂળરૂપ સંયમની સર્વને પ્રાપ્તિ થાઓ.
- [જે. ધ. પ. પુ. ૩૬, . ૩૮૨]
સિદ્ધચક્ર આરાધનની આવશ્યકતા. * ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, પ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને ૯ તપ-એ નવ પદને