________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૫ ] (આત્મનિગ્રહ), ત્યાગ (અસંગતતા-નિર્ચથતા-બંધનમુક્તિ), સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહી (અમૂચ્છ)એ દશવિધ સાધુધર્મ સારી રીતે સરહસ્ય સમજીને મુમુક્ષુજનેએ આદર.
૧. ધર્મનું મૂળ દયા છે અને ક્ષમા રહિત હોય તે દયા આદરી શકતું નથી, તેથી જે સદા ક્ષમાળુ હોય તે જ ઉત્તમ અહિંસા ધર્મને સાધી શકે છે. ' ૨. સર્વ સદગુણે વિનયને આધીન વતે છે, અને વિનય ગુણ મૃદુતા વગર આવતું નથી, તેથી જેનામાં સંપૂર્ણ નમ્રતા વસે છે તે સદ્દભાગી સર્વગુણભાગી–સર્વગુણને અધિકારી થાય છે.
૩. દંભી-કપટીની શુદ્ધિ થઈ શકતી નથી. અશુદ્ધ-મલિન આત્મા ધર્મને આરાધી શકતું નથી. ધર્મનું યથાર્થ આરાધન કર્યા વગર મેક્ષ થતા નથી અને મોક્ષ ઉપરાંત કેઈ શ્રેષ્ઠ સુખ નથી.
૪. ભાવ શૌચને બાધ ન આવે તે દ્રવ્ય શૌચ ઉપકરણ, ભાત, પાણી અને દેહ પરત્વે આદરવા કાળજીપૂર્વક પ્રયત્ન કરવો ઘટે.
૫. હિંસા, અસત્યાદિક પાંચ આરોથી વિરમવું, પાંચે ઇક્રિયાને નિગ્રહ કરે, ક્રોધાદિક કષાય માત્રને જય કરે તથા મન, વચન ને કાયાને કાબુમાં રાખવા–એ સત્તર પ્રકારને સંયમ સેવ.
૬. બાંધવ, ધન અને ઇન્દ્રિય સંબંધી બાધા સુખને અનાદર કરવાથી ભય તથા વિરોધ રહિત થયેલ ત્યાગી સાધુ અહંતા અને મમતાના ત્યાગથી ખરો નિગ્રંથ લેખાય છે.