________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૪૩] આસક્તિ યા વૃદ્ધતાથી રાગ-દ્વેષ યા કષાયની વૃદ્ધિ થાય છે અને તેવાં તુચ્છ વિષયસુખનો ત્યાગ યા અનાદર કરવાથી રાગ-દ્વેષ યા કષાયની મંદતા થતી જાય છે. જેમ કાંટાવડે કાંટે કાઢી શકાય છે તેમ પ્રશસ્ત વિષયરાગવડે અપ્રશસ્ત વિષયરાગ દૂર કરી શકાય છે અને પછી પ્રશસ્ત રાગાદિક પણ સહેજે દૂર થઈ શકે છે. વિવેકવડે જ્ઞાન-વૈરાગ્યને ધારણ કરી, તુચ્છ–ક્ષણિક વિષયસુખને અનાદર કરી અતુચ્છ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા, ક્રોધાદિક કષાયને જય કરવા દઢ પ્રયત્ન કરવો જોઈએ.
કષાયત્યાગ–જેમ વિવિધ ફૂલના સંયોગથી સ્ફટિક રત્ન વિવિધ રંગનું જણાઈ આવે તેમ વિવિધ (શુભાશુભ) કર્મયેગે આત્મા પણ સ્વાભાવિક રૂપને તજી રાગ-દ્વેષાદિક વિભાવિક સ્વરૂપને ધારણ કરતા જણાય છે; પરન્તુ સાથે લાગેલ ફૂલને દૂર કરતાં સફટિક રત્ન સહજ સ્વાભાવિક રૂપને પામે છે તેમ કર્મ–ઉપાધિ દૂર થતાં જ આત્મા, રાગાદિક વિભાવિક રૂપને તજી શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપને જરૂર પ્રાપ્ત થાય છે, તેથી રાગ-દ્વેષાદિક દોષોને દૂર કરવા અને સમતાદિક સદ્દગુણેને ધારણ કરવા ક્રોધાદિક કષાય માત્રને તેમજ તેવાં નબળાં નિમિતોને ત્યાગ કરી ગુણાનુરાગ ધાર જોઈએ. - સગુણાનુરાગ–સગુણ ને સદગુણ ઉપર જેમ જેમ પ્રેમ વધતો જાય છે તેમ તેમ આપણું હદય તે તે સગુણને આકર્ષવા અને પ્રગટ કરવા ગ્ય-લાયક બને છે. જેમ મેઘને દેખી મેર અને ચંદ્રને દેખી ચકર ખુશી ખુશી થાય છે તેમ સદ્દગુણીને દેખી દિલમાં રાજી રાજી થવું જોઈએ. જેમ પુષ્પાદિક સુગધી વસ્તુની સુગંધ પવન સ્વાભાવિક રીતે જ દૂર સુધી વિસ્તારે છે તેમ સદ્દગુણાનુરાગી જને સદ્દગુણના સ